વાંકાનેરના અગાભીપીપળીયાની સીમમાંથી રૂ.૧૫ હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના અગાભીપીપળીયા ગામની સીમમાં રૂ. ૧૫ હજારની કિંમતના ૧૮૦ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના અભાગીપીપળીયા ગામે પ્રહલાદસિંહ દેવુભાઈની વાડીમાં વિદેશી દારૂની ૧૮૦ બોટલ કિંમત રૂ. ૧૫ હજાર સાથે સેંકડાભાઈ ઉર્ફે રમેશ ભીમલાભાઈ ડાવર નામના મૂળ એમપીના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text