મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાંથી ચોરી કરનાર શખ્સ પંચાસર રોડ પરથી પકડાયો

- text


ચોરી કરેલી રૂ.૮૫૦૦ની ચીજ વસ્તુ હેરફેર કરતી વેળાએ જ પોલીસે આરોપીને દબોચ્યો
મોરબી : મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાંથી તપેલા અને છીબા સહિત કુલ રૂ. ૮૫૦૦ના મુદામાલની ચોરી કરનાર શખ્સને પોલીસે પંચાસર રોડ પરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી થયેલ વસ્તુ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થતા ચકચાર મચી છે.

- text

મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ સતવારા જ્ઞાતિની વાડીના ગત તા. ૪ ના તાળા તોડી તેમાં રહેલ તપેલા નંગ ૭ અને ૨ નંગ છીબા કુલ કીમત રૂ.૮૫૦૦ ની ચોરી થતા આ મામલે સતવારા જ્ઞાતિના ટ્રસ્ટી કરમશીભાઈ ખોડાભાઈ પરમારએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બાદમાં પોલીસને મળેલ બાતમી ના આધારે આ કામના આરોપી અજિત ઇસ્માઇલ જુણેજા ઉ.વ.૩૬ રહે. મહેન્દ્રપરા શેરી નં. ૧૪ વાળાને પંચાસર રોડ પરથી ચોરી કરેલ માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

- text