મોરબીના નાની વાવડી ગામે પરિણીતા પર સાસરિયા ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ

- text


પતિને કામધંધો કરવાનું કહેતા સાસરિયા પક્ષના તમામે પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો

મોરબી : મોરબીના નાની વાવડી ગામે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામે રેહતા ગીતાબહેન દીપકભાઈ દસાડીયા (ઉ.૩૭) એ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ દીપકભાઈ ગોવિંદભાઈ દસાડીયા કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી તેણીએ કામ ધંધો કરવાનું કહેતા પતિ દીપક, જેઠ ચંદુભાઈ, જેઠાણી હંસાબહેન રહે બંને નવસારી, બીજા જેઠા રમણીકભાઈ, જેઠાણી હંસાબહેન રહે પીપળી, ત્રીજા જેઠ દિનેશભાઈ રહે મોરબી , નણંદ વનીતાબહેન ગોપાલભાઈ મોરબી, અને ભત્રીજા જમાઈ જયદીપ રમેશભાઈ દલસાણીયા સહિતનાઓએ તેણી સાથે નાની નાની બાબતે ઝધડા કરી મુંઢમાર મારમારી મેણા-ટોણા મારી ગાળો આપીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

- text