મોરબી : લાલપર નજીક રસ્તો ક્રોસ કરતી વેળાએ ટ્રક હડફેટે યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના લાલપર નજીક ટ્રક હડફેટે યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે તાલુકા પોલિસે અજણયા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

બનાવની પોલિસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ નજીક આવેલ પ્રિયા ગોલ્ડ સીરામીકમા રહેતાં ખોડાભાઈ મગનભાઈ નાટીયા હાઇવે ક્રોસ કરતાં હતાં તેં દરમીયાન એક અજાણ્યા ટ્રક ચાલકે મગન ભાઈને હડફેટે લેતા ગંભીર ઇજા પહોચતા તેનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.બનાવ અંગે મૃતકની પત્ની શારદાબેન ઉર્ફે તૂલસીબેન ખોડાભાઈ નટીયાએ વાહનચાલક સામે તાલુકા પોલિસ સ્ટેશન સામે ફરીયાદ નોંધાવી હતી.

- text

 

- text