મોરબી જીલ્લાનું ગૌરવ અને હડમતિયા ગામના વતની ડીવાયએસપી કે.ટી. કામરીયાનો અાજે જન્મદિવસ

- text


હડમતીયા : મોરબી જીલ્લાનુ ગૌરવ અને ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામના વતની ખેડૂતપુત્રને ત્યાં તા. 31 May 1967 ના રોજ જન્મેલા શ્રી કે.ટી. કામરીયા સાહેબની જીવન સફર જોઈઅે તો પીએસઆઈ થી માંડીને ડીવાયએસપી બનેલા કામરીયા સાહેબે તલવારની ધાર પર ચાલીને કપરા ચઢાણનો સામનો કરીને અનેક ભ્રષ્ટાચારી અધિકારીઅો બુટલેગરો, હિસ્ટ્રીશીટરો, જમીન માફિયાઅો જેવા અનેક ચમરબંધીઅોને જેલ હવાલે કરીને કાયદાના પાઠ ભણાવ્યા છે. શ્રી કે.ટી. કામરીયા સાહેબે ACB માં ફરજ દરમિયાન સોનગઢ, શામળાજી, સામખીયાળી, કચ્છની વેસ્પન કંપનીના જમીન કૌભાંડ, તેમજ અનેક કોમર્શિયલ ચેક પોસ્ટ પર સફળ અોપરેશન કામગીરી બજાવીને ભ્રષ્ટાચારીઓને બેનકાબ કર્યા છે. સામખીયાળી કોમર્શિયલ ચેકપોષ્ટ પર ટ્રેપ કરીને માટી ચોરી કરતા ભ્રષ્ટાચારી ખેરખાઅોના કૌભાંડનો પર્દાફાશ કરી ગુજરાત સરકારની તિજોરીની આવક બમણી કરી આપેલ તેમજ ભારતના પુર્વ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે “રાષ્ટ્રપતી ચંદ્રક” પણ મેળવી ચુક્યા છે. હાલ કામરીયા સાહેબ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના સાણંદ ડિવિઝનમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ૫ માસ પહેલા અમદાવાદમાં “પદ્માવતી” ફિલ્મને લઈને કરણીસેના દ્વારા થયેલ વિરોધ વચ્ચે શહેરમાં આગચંપી, હિંસા, તોડફોડ જેવા બનાવમાં ૪ પોલિસકર્મી સંડોવાયેલ હોવાની બાતમી મળતા ખાખી વર્દીઅોની પણ ધરપકડ કરી જેલ હવાલે કરી કાયદાના પાઠ ભણાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

કે.ટી. કામરીયા સાહેબની જીવનશૈલી જોઈઅે તો હંમેશા ખુશમિજાજ સ્વભાવ તેમજ ગરીબ અને તવંગર બધાને સમાન સન્માનની દ્રષ્ટીઅે આદર કરતા હોવાના કારણે બહોળું મિત્ર સર્કલ, શુભચિંતકો, સગા-સ્નેહીજનો, પરિવારજનો તેમજ પોલિસકર્મીઅો દ્વારા કામરીયા સાહેબની સાણંદ સ્થિત ડીવાયઅેસપી ઓફિસ પર તેમના મોબાઈલ નંબર પર જન્મદિવસની શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. અને કે.ટી. કામરીયા સાહેબ આવા જ ઊચાઈના શિખરો સર કરતા રહે તેવી ” મોરબી અપડેટ પરિવાર ” તરફથી તેમજ અન્ય પ્રેસ-મિડિયા રિપોર્ટર દ્વારા ખાસ શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. આજના તેમના જન્મદિવસ અને અન્ય માહિતી કે.ટી. કામરીયા સાહેબે તેમના અંગત વિશ્વાશુ ગણાતા મિત્ર રમેશ ઠાકોરને આપી હતી.

- text