જીલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનના સમાપન સમારોહનો હળવદમાં થયો ફીયાસ્કો

- text


કાર્યક્રમ સ્થળે મોટાભાગની ખુરશીઓ ખાલિખમ : વાસ મારતી છાશ વિતરણ કરી પાણી પુરવઠા વિભાગે મોટાપાઇ બતાવી

હળવદ : મોરબી જીલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ આજે હળવદમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટાભાગની ખુરસીઓ ખાલી રહેતા કાર્યક્રમનો ફીયાસ્કો થયો હતો.

જિલ્લા કક્ષાના યોજાયેલ કાર્યક્રમમાં લોકોની ગેરહાજરીની ખાલી ખુરશીઓ જોવા મળતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. હળવદના શરણેશ્વર ઉપવન ખાતે યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાતા હળવદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીઓ સુમશાન ભાસતી જોવા મળી હતી તેમજ કચેરીએ આવતા અરજદારો સવારથી કચેરીઓ ખાલી જોઈ રાહ તાકી બેઠા હતા.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા આવા મોટા મોટા તાયફાઓથી કારણ વગરના હળવદ તાલુકાના અરજદારો પરેશાન થયા છે. એટલું જ નહીં પણ પ્રસિદ્ધિના ભુખ્યા પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસ મારતી છાશ વિતરણ કરી કામગીરીમાં સંતોષ માની બેઠા. રાજયના પચાસ મુદ્દાઅમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના યોજાયેલ જળ અભિયાન સમાપન સમારોહ માત્ર મોટા તાયફા સમાન બની રહ્યો હતો જેથી ગરીબ પ્રજાને અચ્છે દિન કયારે મળશે બસ તે તો એક પ્રશ્ન બની રહ્યો છે.

- text

સ્ટેજ પર સ્થાનં ન મળતાં મામલતદાર પાછળ ઉભા રહ્યા

મોરબી જીલ્લા કક્ષાનો આજે હળવદ તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં હળવદ તાલુકાના મામલતદાર પીએમ મકવાણાને સ્ટેજ પર સ્થાન ન મળતાં લોકો વચ્ચે ઉભા રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો માત્ર પ્રસિદ્ધ માટે સ્ટેજ પર ખુરશી ઉપર ચડી બેઠેલાં નેતાઓને સન્માન આપવામાં અને ગરિમા જાળવવામાં જરાય રસ ન હોય તેવુ દ્રશ્ય આજે સમાપન સમારોહમાં જોવા મળ્યું હતું.

- text