માળીયાના બગસરામા મોત બનીને ઉભો છે વિજપોલ !

- text


અઠવાડિયાથી ભાંગેલો થાંભલો રીપેર કરવામાં વિજતંત્ર ડોકાતું નથી

મોરબી : માળીયા તાલુકાના બગસરા ગામે ટ્રક ચાલકે વિજપોલ ભાંગી નાખ્યા બાદ છેલ્લા એક અઠવાડિયાથી વિજતંત્રને અનેક ફોન કરવા છતાં વિજપોલ રીપેર ન થતા આ થાંભલો મોત બનીને ઉભો છે જીવતા વીજ વાયર હોવા છતાં હાલ ગ્રામજનોએ લાકડાના ટેકા ભરાવી અહીંથી પસાર થવામાં જોખમ લઈ રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા નજીક આવેલા બગસરા ગામે છેલ્લા એકાદ અઠવાડિયાથી ટ્રક ચાલકે વિજપોલ તોડી નાખતા ગ્રામજનો દ્વારા પીપળીયા ચાર રસ્તા વીજ કચેરીને રૂબરૂ તેમજ ટેલિફોનિક ફરિયાદ કરી હતી પરંતુ આ ફરિયાદ બહેરા કાને અથડાઈ હોય તેમ વિજતંત્ર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા ગ્રામજનો માટે આ તૂટેલો થાંભલો મોત બનીને ઉભો છે.

- text

બીજી તરફ જીવતા વિજ વાયર હોવાના કારણે સ્થાનિક લોકો પણ કઈ કરી શકતા નથી આમ છતાં ગ્રામજનોએ હાલ હિંમત કરી લાકડાનો ટેકો મુકી યમરાજાને રૂકજાવો કહ્યું છે.

આ સંજોગોમાં ચોમાસુ નજીક છે ત્યારે મોરબી માળીયાનું વિજતંત્ર તાકીદે પગલાં ભરી મોત બનીને ઉભેલા આ થાંભલાનું જલ્દીથી સમારકામ કરે તે જરૂરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

 

- text