ધોરણ ૧૦ નું મોરબી જિલ્લાનું ૭૩.૫૯ % પરિણામ : સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો ચોથાક્રમે

- text


એવન ગ્રેડમાં ૧૬૦ અને એ ટુ ગ્રેડમાં ૮૨૮ વિદ્યાર્થીઓ : જિલ્લાની ૩ શાળાઓના પરિણામ શૂન્ય

મોરબી : આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામોમાં મોરબી જિલ્લાનું પરિણામ ૭૩.૫૯ ટકા જાહેર થયું છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવતા મોરબી જિલ્લો ચોથા ક્રમે રહ્યો છે.

માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, મોરબી જિલ્લામાંથી પરીક્ષા આપનાર ૧૨૨૩૫ પૈકી ૧૬૦ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે તો ૮૨૮ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે બી – વન ગ્રેડમાં ૧૫૯૩ અને બી – ટુ ગ્રેડમાં ૨૪૨૩ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.

આ ઉપરાંત ૨૬૫૬ વિદ્યાર્થીઓને સી – વન ગ્રેડ અને ૧૨૯૫ વિદ્યાર્થીઓએ સી – ટુ ગ્રેડ મેળવ્યો છે અને ૪૯ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો છે.

- text

પરિણામો ઓવર ઓલ જોઈએ તો મોરબી જિલ્લાની પાંચ શાળાઓના પરિણામ ૧૦૦ ટકા આવ્યા છે તો ૩ શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે જ્યારે ૧૮ શાળાઓના પરિણામ ફક્ત ૩૦ ટકા જ આવ્યું છે.

સિંધાવદર કેન્દ્ર ૮૦.૩૩ ટકા સાથે મોરબીમાં પ્રથમ

મોરબી જિલ્લામાં કેન્દ્ર વાઇઝ પરિણામ જોવા જઈએ તો મોરબી ૭૨.૪૮ ટકા, વાંકાનેર ૭૨.૪૩ ટકા, વવાણીયા ૪૨.૦૬ ટકા, ટંકારા ૭૭.૭૧, જેતપુર ૭૩.૬૩ ટકા, સિંધાવદર ૮૦.૩૩ ટકા, હળવદ ૭૮.૨૪ ટકા, ચન્દ્રાપુર ૭૯.૫૧ ટકા, ચરાડવા ૫૬.૪૮ ટકા અને પીપળીયાનું ૫૭.૯૧ ટકા પરિણામ આવ્યું છે. આમ સિંધાવદર કેન્દ્ર ૮૦.૩૩ ટકા સાથે મોરબી જિલ્લામાં પ્રથમ રહ્યું છે.

- text