મોરબી : માળીયા તાલુકાની મુલાકાત લઈને લોકપ્રશ્નો સાંભળતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- text


લોકોની રજૂઆતો સાંભળી જવાબદાર અધિકારીઓને સૂચનો કર્યા : દહીંસરા ગામના ખેડૂતોને આર્થિક સહાય આપવા કલેકટરને રજુઆત

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કાળઝાળ ગરમીમાં સેકાતા લોકોની પ્રાથમિક જરૂરિયાતો અંગેની માહિતી મેળવવા વિવિધ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. માળીયા તાલુકાનાં ચીખલી, વરડુંસર, સુલતાનપુર, વિશાલનગર, વિજયનગર, માણાબા અને રોહિશાળા ગામોની સ્થળ મુલાકાત લઈને રોજગારી પીવાના પાણી સમસ્યા તેમજ ગ્રામ્ય રસ્તાઓ બાબતે લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જવાબદાર અધિકારીઓને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજુઆત પણ કરી હતી.

- text

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માણાબા ગામે બી.પી.એલ. લાભાર્થીઓને પ્લોટ મળવા, જર્જરિત થઈ ગયેલ પીવાના પાણીની પાઇપ લાઈન બદલવાની માંગણી કરી હતી. વિજયનગર ગામે નવી બ્રોડગેઇજ રેલવે લાઈનને લીધે જૂનો હૈયાત સિમ માર્ગ બંધ થઈ ગયેલ હોય, ખેડૂતોને ખેતરે જવા વિકલ્પ માર્ગ આપવા તેમજ વિશાલનગર ગામે સુલતાનપુર મુખ્ય માર્ગથી કનેક્ટિવિટી રોડ આપવા, રોહિશાળા ગામે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં રહે તે માટે ખાખરેચી હેડવર્કસથી સીધી પાઇપ લાઈન નાખવાની બાબતો અંગે રજૂઆતો સાંભળી હતી.

ધારાસભ્યના આ પ્રવાસમાં મહેશભાઈ, ટીનાભાઈ, ભાણજીભાઇ અને શૈલેષભાઇ, રમેશભાઈ વિડજા જોડાયા હતા. વધુમાં માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેડૂતોના ૪૦ જેટલા નિરણના વાડાઓમાં આગ લાગતા પશુઓ માટેની નિરણ આગમાં ખાખ થઈ ગઈ હતી. જેથી આ ખેડુતોને યોગ્ય વળતર આપવા કલેક્ટરને રજુઆત કરી હતી.

- text