મોરબીના જોધપર ગામે આર.એસ.એસ.નો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ સંપન્ન

- text


સરસ્વતી નિકેતન આશ્રમના ભાણદેવજી ,પ્રાંત સહ કાર્યવાહ શૈલેષભાઇ પટેલ, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો.જયંતીભાઈ ભાડેસીયા, ગુજરાત પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાને કર્યું ઉદબોધન
મોરબી : મોરબીના જોધપર ગામે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાર્વજનિક સમારોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અતિથિ તરીકે જોધપરના સરસ્વતી નિકેતન આશ્રમના ભાણદેવજી અને મુખ્ય વક્તા સ્વરૂપે આર.એસ.એસ.ના પ્રાંત સહ કાર્યવાહ શૈલેષભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સાર્વજનીક કાર્યક્રમમા ડો જયંતીભાઈ ભાડેસીયા (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક), મુકેશભાઈ મલકાન (ગુજરાત પ્રાંત સંઘચાલક), સુરેશભાઈ માસ્ટર (સુરત મહાનગર સંઘચાલાક) અખીલેશજી પાંડે (વર્ગાધિકારી) તેમજ શૈલેશભાઈ પટેલ (ગુજરાત પ્રાંત સહકાર્યવાહ) મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતભર માંથી મોટી સંખ્યા માં સ્વયંસેવક અને શુભેચ્છકો હાજર રહ્યા હતા.

વર્ગ કાર્યવાહ ડોક્ટર અખિલેશ પાંડેએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે સંઘ શિક્ષા વર્ગમાં દરેક જીલ્લા, મહાનગરની સાથે ૧૪૬ તાલુકાઓ અને ૬૦ નગરપાલિકા વિસ્તારમાંથી કુલ ૫૫૦ સ્વયંસેવકો પ્રશિક્ષણ મેળવ્યું. સાર્વજનિક કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા, દંડ, દંડ યુદ્ધ, નિયુદ્ધ , યોગાસન, વ્યાયામયોગની સાથે દેશભક્તિના ગીતનું સાંઘીક પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમના અતિથી વિશેષ પૂ. ભાણદેવજીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત નો આત્મા ધર્મ અને અધ્યાત્મ છે. ઇઝરાયલ નું ઉદાહરણ આપી ને કહ્યું કે ત્યાં તેઓ ના ધર્મ નું શિક્ષણ ફરજીયાત છે.

- text

કાર્યક્રમના મુખ્ય વક્તા શૈલેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સંઘ દ્વારા પ્રતિવર્ષ સ્વયંસેવકો માટે ૨૦ દિવસના પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવે છે જેના ઉદ્દેશ્ય સ્વયંસેવકોને શારીરિક, બૌધિક, સેવા અને વ્યવસ્થાના પ્રશિક્ષણ દ્વારા સમાજજીવનમાં સક્રિય થઇ હિંદુ સંગઠન દ્વારા દેશની ઉન્નતી અને સમસ્યાઓના નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. સંઘની વિચારધારા સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું કે સંઘ એક જન, એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રના આધાર પર હિંદુ સમાજનું રાષ્ટ્રવ્યાપી સંગઠન નિર્માણ કરવા માંગે છે. સંઘ સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં હિંદુ જીવન દર્શનના આધાર પર આવશ્યક સામાજિક પરિવર્તન લાવી દેશના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ છે.

મુખ્ય વક્તાએ સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી અને પૂર્વ સરસંઘચાલક બાળાસાહેબ દેવરસજીને ટાંકતા કહ્યું કે હિંદુ ધર્મમાં સામાજિક અસમાનતાને કોઈ સ્થાન નથી. સંઘ પ્રાકૃતિક ભિન્નતા સિવાય કોઈ ભેદમાં માનતો નથી. તેમણે સમગ્ર હિંદુ સમાજને જાતિગત ભેદભાવને સંપૂર્ણપણે નાબુદ કરવા માટે આહવાન કર્યું હતું. વક્તાએ વર્તમાન સમસ્યાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ સમસ્યાઓના સ્થાયી સમાધાન માટે હિંદુ જીવન પધ્ધતિના અનુકરણ તેમજ ગ્રામ વિકાસ, ગૌ સેવા, પર્યાવરણ અને કુટુંબ વ્યવસ્થાના રક્ષણમાં છે.

- text