વાંકાનેરના ચંદ્રપુર પાસે કતલખાને લઈ જતા બળદને બચાવી લેતા ગૌ રક્ષકો અને શિવસૈનિકો

- text


બોલેરો ચાલકને પરિસ્થિતિનો તાગ આવી જતા ચાલુ ગાડીએ કૂદીને નાસી છૂટ્યો

વાંકાનેર: વાંકાનેરના ચંદ્રપુર પાસેથી ગેરકાયદેસર રીતે જીજે ૪ વાય ૩૬૭૮ નંબર ની ટાટા ૪૦૭ ગાડીમાંથી કતલખાને લઈ જવાતા બળદને ગૌ રક્ષકો તથા શિવસૈનિકો દ્વારા બચાવી લેવા માં આવ્યા હતા.

ગૌરક્ષકો તથા શિવસૈનિકો ચન્દ્રપુર પાસે વોચમાં હતા ત્યારે શંકાસ્પદ ગાડી ત્યાંથી પસાર થતા ગૌરક્ષકો એ તેને ઉભી રખાવતા ગૌ તસ્કરો દ્વારા ગાડી ઉભી રાખવાના બદલે પુર ઝડપે દોડાવતા ગૌ રક્ષકોએ ગાડી નો પીછો કર્યો હતો. ગૌ રક્ષકો ને પોતાની પાછળ જોઈને ગૌ તસ્કરો અંધારાનો લાભ લઈ ચાલુ ગાડીએ કુદકા મારી અંધારામાં ગુલ થઈ ગયા ત્યારબાદ ગૌ રક્ષકો એ ગાડીમાં તપાસ કરતા તેમાં ક્રૂરતા પૂર્વક તેમજ કતલખાને લઈ જવાના ઈરાદાથી બાંધેલ એક બળદ જોવા મળતા તુરંત જ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

- text

ત્યાર બાદ વાંકાનેર શહેર પી,એસ,આઈ જાડેજા સાહેબ ઘટના સ્થળે આવી ગાડી પોલીસ સ્ટેશન એ લઈ જઈ ગૌ રક્ષકો ની ફરિયાદ ઉપરથી ફરાર આરોપી વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી ગૌ તસ્કરો ને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યાર બાદ ગૌ રક્ષકો દ્વારા કતલખાને લઈ જતા બચાવેલ બળદ ને પલાસડી સ્થિત પાંજરાપોળએ સુરક્ષિત મુકવામાં આવ્યો હતો. તેમજ આ બનાવ ની તપાસ વાંકાનેર શહેર પી,એસ,આઈ, જાડેજા સાહેબ ચલાવી રહ્યા છે.

- text