વાંકનેરમાં કાનમાં ઈયરફોન લગાવી જતો મોટર સાયકલ ચાલક એસટી હડફેટે ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : આજે સવારે વાંકાનેરમાં કાનમાં ઈયરફોન લગાવી પોતાની મસ્તીમાં જઇ રહેલ યુવાને ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરતા એસટી હડફેટે આવી ગયો હતો જો કે એસટી બસ ચાલકની સમય સુચકતાને કારણે આ યુવાનની જિંદગી બચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે વાંકાનેરના પતળિયા પરા નજીક શાબાવાની દરગાહ પાસેના પુલ ઉપર એક યુવાન બાઈક પર કાનમાં ઈયરફોન લગાવીને બાઈક ચલાવતો હતો ત્યારે અચાનક બસની વચ્ચે પડતા બસની આગળના મોરા સાથે અથડાયો હતો.

- text

જોકે આ અકસ્માતમાં એસટી બસ ચાલકે સમય સુચકતા વાપરી હતા છતાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ વાંકાનેર હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હતો.

- text