ટંકારા કોર્ટે મારામારી કેસમાં છ આરોપીઓને બે વર્ષની સજા ફટકારી

- text


પરિણીતાને ત્રાસ આપવાના ગુનામાં સાસુ સસરા અને પતિ ને દંડ ભરી પ્રોબેશન પર છોડ્યા

ટંકારા : ટંકારા કોર્ટે ગઈકાલે મારામારીના કેસમાં છ આરોપીઓને બે વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો હતો સાથો સાથ અન્ય ઘરેલુ હિંસા કેસમાં સાસુ સસરા અને પતિને દંડ ફટકારી છોડવા હુકમ કર્યો હતો.

કેસની વિગતો જોઈએ તો ટંકારામાં ફરિયાદી દાઉદ જુસબ રહે. મીતાણા વાળાએ પોલીસમાં મારા મારી ની ફરિયાદ નોંધાવી હતી જે કેસ યાદવ સાહેબની કોર્ટ મા ચાલી જતા ગઈકાલે આરોપી અજીત ઓસમાણ ઠેબા, ઓસમાણ માંડ ઠેબા, રજાક ઓસમાણ ઠેબા, હનીફ ઓસમાણ ઠેબા, યુનુસ ઓસમાણ ઠેબા અને હુશેન ઓસમાણ ઠેબા ને કસુરવાર ઠેરવી બે વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી હતી

- text

વધુમાં આ કેસમાં ફરિયાદી પોતાની વાડીએ હતા ત્યારે આરોપી આવીને લાકડીઓ અને પાઈપ વડે મારામારી કરી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આરોપીના વકીલે આરોપીની મોટી ઉમરને ધ્યાને લઈને છોડી મુકવાની દલીલો કરી હતી પરંતુ સરકારી વકીલ પી.એચ. દરજીએ હાઈર્કોટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદો ટાંકી આરોપીને સખ્ત સજા આપવાની દલીલો કરી હતી જે દલીલો માન્ય રાખીને મેજીસ્ટ્રેટ નીરજકુમાર યાદવે તમામ આરોપીને મારામારી કેસમાં બે વર્ષની સખત કેદની સજા તેમજ ૧૦,૦૦૦ નો દંડ કર્યો છે. તેમજ દંડની રકમ ના ભરે તો વધુ ૩૦ દિવસ જેલની સજા કરવાનો હુકમ કર્યો છે.

જયારે અન્ય એક ચુકાદામાં ફરિયાદી સવિતાબેન વિપુલભાઈ કોળીએ તેના પતિ, સાસુ અને સસરા સામે ટંકારા કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં ફરિયાદીએ તા. ૨૮/૦૫/૧૫ ના રોજ આરોપી પતિ વિપુલ કરશન વિધાણી, સસરા કરશન શંકરભાઈ વિધાણી અને સાસુ જયાબેન કરશનભાઈ વિધાણી નેસડા ગામે ગયેલ ત્યારે આરોપીઓએ તેણે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે કેસ ટંકારા કોર્ટમાં ચાલી જતા આરોપીઓને ૧૦,૦૦૦ ના જાત જામીન પર પ્રોબેશનનો લાભ આપેલ હતો.

- text