મોરબીના જેતપર રોડ પર કારખાનામાં નીચે પટકાતા યુવકનું મોત

- text


મોરબી : મોરબીના જેતપર રોડ પર કારખાનાના ઉપરના ભાગે કામ કરતી વેળાએ અકસ્માતે પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના જેતપર રોડ પર આવેલ અન્ટીલા સિરામિક એકમમાં બપોરના સુમારે કારખાનામાં શેડના ઉપરના ભાગે કામ કરી રહેલ સલીમભાઈ હાસમભાઈ સુમરા (ઉ.૩૫) રહે-વિસીપરા વાળા ઉપરથી નીચે પડ્યા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text