હળવદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસકર્મીનું વિદાય સમારંભ યોજાયો

- text


હળવદ પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇની રાજકોટ સીટી ખાતે બદલી થતાં પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ, પીએસઆઇ તેમજ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં હળવદ પીઆઇ દ્વારા તેમની કામગીરીની સરાહના કરી મામેન્ટો સાથે ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતુ.

આ તકે હળવદ પોલીસ સ્ટાફના સૌ કર્મચારીઓએ એએસઆઇ પ્રફુલ્લભાઇ અધ્ધર્યુને વિદાય આપી હતી અને રાજકોટ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પીઆઇ એમ.આર. સોલંકી, પીએસઆઇ આર.જે. ભરવાડ, મહિલા પીએસઆઇ એલ.બી.બગડા, હે.કો. વસંતભાઇ વઘેરા, તેજસભાઇ, રમણીકભાઇ રાઠોડ, મનુભાઇ ડાંગર, મહેશભાઇ બાલાસરા, અરજણભાઈ ભરવાડ,સતીશ ભાઈ ભરવાડ, વિપુલભાઇ, સલીમભાઈ મકરાણી, હરેશભાઇ ચાવડા તેમજ મહિલા પોલીસના પારૂબેન, મનિષાબેન સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

- text

- text