મોરબીમાં આવાસના ફોર્મ વિતરણનું સ્થળ બદલાયુ: હવે પાલિકાના કોમ્યુનિટી હોલમાંથી ફોર્મ મળશે

- text


એક્ષીસ બેંકમાં ધક્કામુકિના કારણે અવ્યવસ્થા જેવી સ્થતિ સર્જાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણ સ્થળમાં કરાયો ફેરફાર

મોરબી : મોરબીની એક્ષીસ બેંક ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરાતા ભારે ધક્કામુકીના કારણે અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો. જેથી ફોર્મ વિતરણનું સ્થળ બદલીને નગરપાલિકાનો કોમ્યુનિટી હોલ રાખવામાં આવ્યો છે.

મોરબીની એક્ષીસ બેંક ખાતે સોમવારથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફોર્મ લેવા મોટી સંખ્યામાં લોકો બેંક ખાતે ઉમટી પડ્યા હતા. ફોર્મ લેવા માટે ધક્કા મુક્કી અને પડાપડી થતા અવ્યવસ્થા સર્જાઈ હતી. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે ફોર્મ વિતરણના કારણે ઍક્ષીસ માં અવ્યવસ્થા સર્જાઈ હતી અને બેંકના રૂટિન કામકાજમાં અસર પડી હતી.

- text

વધુમાં જણાવ્યું કે ઍક્ષીસ બેંક ખાતે ફોર્મ વિતરણ બરોબર રીતે થઈ શકતું ન હતું. માટે ફોર્મ વિતરણનું સ્થળ બદલીને સરદારબાગ પાછળ આવેલ નગરપાલિકાનો કોમ્યુનિટી હોલ રાખવામાં આવ્યો છે. કુલ ૨૦૦ આવાસો માટે ફોર્મ વિતરણ કરવાનું છે. આશરે ૨ હજાર ફોર્મનું વિતરણ કરવામાં આવશે. કોઈ પણ લાભાર્થી બાકી ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

 

- text