મોરબીમાં ગૌચર પરત અભિયાન સંદર્ભે ઠાકોર સેનાનું કલેકટરને આવેદન

- text


ગૌચર પર કરાયેલા દબાણો દૂર કરવા તેમજ ગૌવંશ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો પૂરો પાડવાની માંગ

મોરબી : મોરબીમાં ગુજરાત ઠાકોર સેના દ્વારા ગૌચર પરત અભિયાન ચલાવવામાં આવ્યું છે જે અંતર્ગત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને ગોવંશના જતનને લઈને વિવિધ માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યુ હતું

આવેદનમાં જણાવાયુ હતું કે રાજ્ય સરકાર ગૌચર નીતિ જાહેર કરે, ૨૭૫૪ ગામમાં ગૌચર જ નથી તેનો જવાબ આપવામાં આવે, ૬૨૯ પાંજરાપોળમાંથી ૫૦૦ દેવાદાર છે એનું જવાબદાર કોણ, કોંગ્રેસ ઠાકોરસેના અને તેમના કાર્યકરો દ્વારા ગામેગામ ગૌચર હડપ કરવામાં આવી છે તેની મહેસૂલ વિભાગને ફરિયાદ કરાશે, પાંજરાપોળમાં ગૌવંશ દીઠ રોજનો ૧૫ કિલો ઘાસચારો આપવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

- text

વધુમાં કોઈપણ ઉદ્યોગપતિ, બિલ્ડરો કે ભ્રષ્ટાચારી નેતાના સંબંધીઓને ગૌચર આપવામાં આવશે નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવે, ગૌસેવા આયોગના બજેટમાંથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેનો જવાબ આપવામાં આવે, ઘાસચારાના અભાવે ગૌ વંશ પ્લાસ્ટિક ખાવા મજબુર બન્યા છે ત્યારે તેમને પૂરતો ઘાસચારો આપવામાં આવે, ગાય માતાના નામે રાજકારણ રમવાને બદલે તેમનું પોષણ અને સન્માન કરવામાં આવે તેમ જણાવાયું હતું.

આ ઉપરાંત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મોરબી જીલ્લામાં પૂરતું ગૌચર રાખવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી તેઓના જણાવ્યા મુજબ મોરબી જીલ્લામાં ૪૯૪૬૬ હેકટર ગૌચરની જમીન હોવી જોઇએ તેના બદલે માત્ર ૧૫૪૯૮ હેકટર જમીન છે.

- text