મોરબીમાં તસ્કરો બન્યા બેફામ : માળીયા ફાટક પાસેથી ડમ્પરની ચોરી

- text


મોરબી : મોરબી પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે અને વાહનચોરીના વધતા બનાવો વચ્ચે મોરબીમાંથી તસ્કરો ડમ્પર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મળતી વિગતો મુજબ હાલ મોરબી રહેતા બિજેન્દ્ર બારસિંગ સોલરા (ઊ.વ. ૨૮) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૦૫ ના રાત્રીના માળિયા ફાટક પાસે તેનું ડમ્પર નં આરજે ૧૦ જીએ ૯૮૪૫ પાર્કિંગ કરેલું હોય જે અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે. મોરબી બી ડીવીઝન પોલીસે આઠ લાખના ડમ્પર ચોરી મામલે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text