૧ લી મે થી રાજ્યમાં મહાનગરપાલિકા – નગરપાલિકામાં બાંધકામ મંજૂરી ઓનલાઇન

- text


ફક્ત બે જ દિવસમાં મળશે ઓનલાઇન બાંધકામ પરવાનગી : શહેરી વિકાસ વિભાગનો પરિપત્ર

મોરબી : ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ એટલે કે ૧ લી મે થી સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં બાંધકામ પરવાનગી ઓનલાઇન મળશે અને અરજી કર્યાના એક અથવા બે જ દિવસમાં પરવાનગી આપવા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પરિપત્ર જારી કરાયો છે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગના ખાસ ફરજપરના અધિકારી દ્વારા નગરપાલિકા અને મહાનગર પાલિકા વિસ્તાર માટે બાંધકામ પરવાનગી આપવાની પ્રક્રિયાનું સરળીકરણ કરતો ખાસ પરિપત્ર અમલી બનાવ્યો છે, જે અન્વયે કોઈ પણ અરજદાર ફક્ત ઓનલાઇન અરજી કરીને જ બાંધકામ પરવાનગી મેળવી શકશે.

- text

આ પરિપત્ર મુજબ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાર માટે અરજદારે બિનખેતી હુકમ સહિતના ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી ઓટોકેડ ફોર્મેટમા નકશા બનાવી ગુજરાત સરકારના સતાવાર પોર્ટલ પર અરજી કરી ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.

વધુમાં ઓનલાઇન અરજી કરનાર અરજદારે સંપૂર્ણ વિગતો સેલ્ફ એટેસ્ટડ કરી અપલોડ કર્યા બાદ જે તે લગત અધિકારીને મેસેજ કે ઈમેલ કરવાનો રહેશે ત્યાર બાદ સત્તાધિકારી દ્વારા એક દિવસ કે વધુમાં વધુ બે દિવસમાં બાંધકામ પરવાનગી આપવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આમ, રાજ્યના સ્થાપના દિવસથી નાગરિકોને બાંધકામ પરવાનગી મેળવવની ઝાંઝટભરી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે.

- text