વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં લાગી ખેડુતોની લાંબી લાઇનો

- text


 અનેક જાણીતા વક્તાઓએ ખેડૂતોને આપ્યું માર્ગદર્શન

રાજકોટ : રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષમાં કૃષિ બજેટમાં પણ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે રાજકોટમાં વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં આ વખતે કૃષિ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના ખેડુતો વધુ સારી રીતે ખેતી કેમ કરી શકે તેમજ વધુ આવક કેવી રીતે મેળવી શકે તેના ઉપર ફોકસ રાખવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં ચાલી રહેલા વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં સૌરષ્ટ્રભરમાંથી ખેડુતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આજે રવિવાર હોવાથી વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટમાં સવારથી જ મોટી સંખ્યામાં ખેડુતો અને વિવિધ ઉદ્યોગમાં રસ લેતા લોકો ઉમટી પડ્યા હતા. અમરેલી કૃષિ વિભાગની તાલીમ સંસ્થાના 200 થી વધુ વિદ્યાર્થિઓ સમિટમાં આવી પહોંચ્યા હતા અને કૃષિ વિષે જાણકારી મેળવી નવા ઇનોવેશન અંગે પોતાના મત વ્યક્ત કર્યા હતા.
આ ઉપરાંત આજે રાજકોટ જીલ્લાના ગોંડલ, જેતપુરના ખેડુતો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા. સાથોસાથ મોરબી જીલ્લાના ખેડુતો પણ મુલાકાતે આવ્યા હતા. એક સમયે તો ખેડુતોની લાંબી લાઇન લાગી જતા એંટ્રી પર રિસ્ટ્રિક્ટ કરવી પડી હતી. દિવસ દરમીયાન અલગ અલગ તજજ્ઞો દ્વારા કૃષિ વિષયક માહીતીનું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.

- text

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રમાં સૂકી જમીન માં વધુ પાક લેવા માટે યોજાયું વક્તવ્ય

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના સવારના સત્રમાં ખેડુતોને સુકી જમીન પર ખેતપેદાશોનું ઉત્પાદન કઇ રીતે થઇ શકે તેની જાણકારી શ્રી અનુપ્રત ઘોષએ આપી હતી. તેમણે પોતાના વક્ત્યવ્યમાં જણાવ્યું હતું કે ખેડુતોએ પોતાના વિચારો ઉદ્યોગકારો અને વૈજ્ઞાનિકો સમક્ષ મુકવા જોઇયે જેથી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવી શકે. શ્રી ઘોષએ સુકી ખેતી વિષે ખેડુતોને માહીતગાર કર્યા હતા. પાણી-ગુણવતાની જાળવણી, સંચાલન, પાકની પસંદગી અને ક્રમની પસંદગી એ સુકી ખેતીના મુખ્ય સ્તંભો છે. ઉપરાંત સસ્તા અને ટકાઉ ગ્રીન હાઉસ બનાવવા માટે વાંસ કઇ રીતે ઉપયોગી થાય છે તેની રસપ્રદ માહીતી પણ શ્રી ઘોષએ ખેડુતોને આપી હતી. ત્યારબાદ ડૉ. ગજેન્દ્રસિંહ બામણીયાએ ખેડુતોને સારા બ્રીડના પશુઓ તેમની આવક વધારવામાં કઇ રીતે ઉપયોગી થાય છે તેના વિષે માહીતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેતી અને પશુપાલન એ એક પુરકપ્રક્રિયા છે. ગીર ગાયનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ગીરગાયનું દુધ અને ઘી સોંઘુ છે અને પાછું આપણા વિસ્તારમાં છે તો તે બાબતનો મહત્તમ લાભ સૌરાષ્ટ્રના ખેડુતોએ લેવો જોઇયે.

- text