કાઠિયાવાડનું પરંપરાગત સીંગતેલ હૃદય માટે ઉત્તમ : ડો. રીમાં રાવ

- text


મગફળીના તેલમાં રહેલ ફાઇબર, પ્રોટીન સ્વાસ્થ્ય માટે ઉત્તમ : કોલસ્ટ્રોલનું પ્રમાણ ન હોવાથી હૃદય માટે શ્રષ્ઠ

કેન્સર જેવા રોગોમાં પણ સીંગતેલ સારા પરિણામ આપતું હોવાનો મત

રાજકોટ : સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રસોઈમાં વર્ષોથી પરંપરાગત રીતે વપરાતા સિંગતેલને વર્તમાન સમયમાં ગેરમાન્યતાને કારણે ઉપયોગ ઘટી રહ્યો છે ત્યારે જાણીતા ડાયટીશયન ડો. રીમાં રાવે સિંગતેલને શરીર માટે ઉત્તમ ગણાવી મગફળીના તેલમાં કોલેસ્ટ્રોલ ન હોવાને કારણે હૃદયરોગ અને કેન્સર જેવી બીમારીમાં ખૂબ જ ઉત્તમ હોવાનું જણાવ્યું હતું.

વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્ષ્પો સમીટના ત્રીજા દિવસે બપોર પછીના સત્રમાં ડાયેટીશીયન ડૉ. રીમા રાવે હ્રદયરોગ માટે કારણભુત મનાતા સિંગતેલને હ્રદય માટે ફાયદાકારક ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે
સિંગતેલ હ્રદયરોગ માટે જોખમી નથી. તે વૈજ્ઞાનીકોએ સંશોધન બાદ સાબિત કર્યું છે. સિંગતેલમાં ઝિરો ટકા કોલેસ્ટ્રોલ છે જેથી તે હ્રદયને નુકશાન પહોંચાડતું નથી.

- text

વધુમાં તેઓએ જણાવ્યુ કે મગફળીમાં રહેલ ફાઇબર અને પ્રોટિન સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. સિંગતેલને કારણે કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે. મગફળી અને મગફળીનું તેલનું સેવન કેન્સર જેવી બીમારીમાં પણ ઉત્તમ રહે છે. છેલ્લા દસ વર્ષથી મેડિકલ સાથે સંકળાયેલા લોકો દ્વારા સિંગતેલ હાનીકરક અને હ્રદયરોગને આમંત્રણ આપે છે તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેમાં સંપુર્ણ સચ્ચાઇ નથી. સિંગતેલમાં ઘણા ગુણતત્વો પણ રહેલા છે જે શરીર માટે પોષણક્ષમ છે અને સિંગતેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે તે વાતમાં સચ્ચાઇ નથી.

ડૉ. રીમા રાવે એવું પણ જણાવ્યું હતું કે, એક મુઠ્ઠી મગફળી દિવસનો ચોથાભાગનો ખોરાક પુરો પાડે છે. કેન્સર જેવી બીમારીમાં પણ મગફળી અને મગફળીનું તેલ ફાયદાકારક છે. ફાયબર અને પ્રોટીન એ આપણા શરીર માટે ખુબ જરુરી છે જે મગફળીમાંથી આવે છે જે કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે. તેમણે ગૃહિણીઓને પણ જણાવ્યું હતું કે તેલને વારંવાર ગરમ કરવું ન જોઇએ અને ભેજ વગરના વાતાવરણમાં રાખવું જોઇએ.

- text