રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ મંડાવિયાના હસ્તે વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ

- text


ઉર્જા મંત્રી સૌરભ પટેલ,પૂર્વ મંત્રી ગોવિદ ભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં થયો પ્રારંભ

રાજકોટ : તા 19
ચાર દિવસીય વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટનો પ્રારંભ ટ્રાન્સપોર્ટ,કેમિકલ,ફર્ટિલાઈઝર્સ અને શિપિંગ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું,ઉદઘાટન પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ,પૂર્વ મંત્રી ગોવિદ ભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તેમજ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા
ઉદઘાટન પ્રવચનમાં કેન્દ્રીય મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં યુવાન ડિગ્રી હાંસલ કર્યા બાદ કોઈપણ ક્ષેત્રની ડિગ્રી હાંસલ કરશે પણ ખેતી અને ખેરી આધારિત બિઝનેઅસના દિવસો અવાના છે। મનસુખભાઈએ જણાવ્યું હતું કે આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રમાં પણ ખેતીને મુખ્ય વિષય બનાવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની ખેતીમાં પણ વિપુલ તક રહેલી છે અને હવે ઓર્ગેનિક ખેતી ની સાથે વિવિધ પાક અને ફળ એક્સપોર્ટ પણ કરવામાં આવી રહ્યા છે અને હું લગભગ 20 જેટલા દેશમાં જઈ આવ્યો અને માનું છું કે કેસર અને અન્ય કેરીનું બહુ મોટું એક્સપોર્ટ માર્કેટ છે જે સારો બિઝનેસ કરાવી આપે છે.આ વાઇબ્રન્ટ એક્સ્પો સમિટથી ખેડૂતો અને તેની સાથે સંલગ્ન તમામ લોકોને બહુ જ મોટો લાભ થવા જય રહ્યો છે તેમ જણાવીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પોના આયોજકોને પણ બિરદાવ્યા હતા
મનસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ તેમજ એન્ટી બેટરરિયલ ફ્રૂટ્સ માટે પણ સરકાર ઇનોવેશન કરી રહી છે અને આવનારા દિવસોમાં સરકાર નાના પોર્ટ પણ ડેવલપ કરી રહી છે અને શિપિંગ પોર્ટ દ્વારા ખેડૂતોને એની પ્રોડક્ટની ડિલિવરી પણ ઝડપી બનાવી રહી છે
ઉર્જા મંત્રી સૌરભ ભાઈ પટેલે પણ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રના આયોજનને બિરદાવતા જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવા કટિબદ્ધ છે ને ખાસ કરીને સરકાર દોઢ લખ જેટલા વીજ કનેક્શન ખેડૂતોને આપવા જય રહી છે અને સરકાર દ્વારા 5000 કરોડની સબસીડી પણ ખેડૂતો માટે છે ત્યારે આવનારા દિવસોમાં ખેતીનો વ્યવસાય વધુ મજબૂત બનશે અને સરકાર પણ ખેડૂતો ટેક્નોલોજી સાથે ખેતી અપનાવીને પોતાની આવક બમણી કરે તે માટે પ્રયત્નશીલ છે આવનારા દિવસોમાં સરકાર હાઈબ્રીડ પોલિસી પણ લાવી રહી છે જે ખેડૂતોને વધુ મદદરૂપ થશે
એ ઉપરાંત હવે સોલાર વીજળી બચાવીને તેનો સંગ્રહ કરીને રાત્રે પણ તેમાંથી વીજળી આપવાની એક યોજના પણ સરકાર બનાવી રહી છે આવનારા દિવસોમાં સસ્તી અને ક્લીન વીજળી કેવી રીતે મળે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે તેમ સૌરભ ભાઈ પટેલે જણાવ્યું હતું

- text

વિશાલ એસી ડોમ સાથે ખુલ્લા મુકાયેલા આ વાઇબ્રન્ટ સૌરાષ્ટ્ર એક્સ્પો સમિટમાં પેહેલા જ દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા અને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રની જાણકારી મેળવી હતી
આ પેહેલા આજે સવારે રાજકોટના મેયર જૈમનભાઈ ઉપસ્યાએ પણ સૌરાષ્ટ્રના ખેડૂતો અને બીજી તરફ સૌરાષ્ટ્રના ઉદ્યોગના પ્રદાનની વાત કરી હતી.ઓક્ટાગોં કોમ્યુનિકેશન્સ ના સી ઈ ઓ સંદીપ પટેલ અંશ સૌરાષ્ટ્ર મિલર્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે તમામ મહેમાનોને આવકારીને વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું મહત્વ અંગે પોતાના પ્રતિભાવ અપાય હતા
સમીર શાહ તેમજ સંદીપ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ખેડૂતો લક્ષી ઘણી યોજના સૌરાષ્ટ્ર માં આવશે અને ખાસ કરીને મગફળીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો માટે હજુ ઘણી પુષ્કર તકો છે અને મગફળીમાંથી જે બાય પ્રોડક્ટ બનશે તે અંગે પણ કનેડર સરકાર સાથે વાટાઘાટો ચલાવીને નવો પ્રોસેસિંગ યુનિટ રાજકોટમાં શરુ થઇ તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવશે જેમાં પીનટ બટર ની ડિમાન્ડ આવનારા દિવસોમાં રહેશે તે અંગે પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ્સ એસોસીયેશન ના પ્રેસિડેન્ટ સમીર શાહ અને ઓક્ટાગોં કોમ્યુનિકેશનના સંદીપ શાહે જણાવ્યું કે કે આ વખતે અમે મગફળી અને શીંગતેલ ઉપર પણ મુખ્ય ફોકસ કરીશું અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શીંગતેલ અંગે લોકો વધુ જાગૃત બને તે માટેના પ્રયાસો પણ આ સમિટમાં હાથ ધરાશે આ ઉપરાંત કેન્દ્ર સરકાર સાથે આવનારા દિવસોમાં ઉદ્યોગનું મહત્વ વધુ કેમ પ્રસ્થાપિત થઇ તેમાટેના પ્રયાસો હાથ ધરાશે

આજે પેહેલા દિવસે જ ખેડતુંતો પણ સવારથી જ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને વિવિધ સ્ટોલ ની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી અંદાઝે 3000 જેટલા ખેડૂતો આજે પેહેલા જ દિવસે આવી પહોંચ્યા હતા
ખેડૂતોની સાથે આજે 10 જેટલા વિદેશી ડેલિગેશન પણ આવ્યા હતા અને મગફળી કપાસ અને ટેક્સ્ટાઇલ ક્ષેત્રે આફ્રિકન દેશમાં જે તક છે તવે અંગે વિસ્તારથી વાતચીત કરી હતી એ ઉપરાંત થાઈલેન્ડ અને નેધરલેન્ડના તાઞજ્ઞ અને એમ્બેસેડર પણ આવ્યા છે અનેતેઓએ પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું સાથોસાથ આફ્રિકન દેશના વિવિધ પ્રતિનિધિ મંડળ પણ આવી પહોંચ્યા હતા.

.
આ એકસ્પોમાં એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રી તથા વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા 12થી વધુ દેશો જેવા કે ઈઝરાઈલ, યુએસએ, થાઈલેન્ડ, કેનેડા, શ્રીલંકા, બ્રાઝીલ, તુર્કી, જાપાન, ઈન્ડોનેશિયા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ભારતના અનેક રાજ્યોમાંથી લોકો ભાગ લેશે. કૃષિ ઉપરાંત કાપડ અને એપેરલ્સ, હસ્તકલા, ખાણકામ અને ખનિજો, ફીશીગ અને મરીન સાલવેજ, ઈમારતી અને લાકડું, ઈમીટેશન દાગીના, કન્ઝ્યુમર અને કીચન એપ્લાયન્સીસ, હેલ્થ ટુરીઝમ, રિયલ એસ્ટેટ અને સ્માર્ટ સીટીસ, કેમીકલ અને સિમેન્ટ, એન્જિનિયરિંગ અને મશીન સાધનો, કપાસ અને યાર્ન, ખાદ્ય તેલ, મેટલ ફેબ્રિકેશન હાર્ડવેર અને ઘણા બધા વિવિધ ક્ષેત્રો આ એકસ્પોનો ભાગ પણ જોવા મળશે.

આ ઉદઘાટન સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે રાજકોટના ચાર ઉદ્યોગ પતિ બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી ,તીર્થ એગ્રોના અશોકભાઈ ગોહેલ,એક્શન કિચનવેરના અશોકભાઈ મણવર અને ફાલ્કન પમ્પના અશોકભાઈ સોજિત્રાનું બિઝનેસ ક્ષેત્રે રાજ્યમાં તેમના યોગદાન બાદલ વિશેષ સન્માન પણ કરાયું હતું
ઉદઘાટન સમારોહમાં અનેક ઉદ્યોગપતિઓ ઉપરાંત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ પટેલ, યુવા ભાજપ મોરચાના ઋત્વિજ પટેલ,ઉપરાંત વિવિધ દેશના અનેક રાજદૂત અને તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા

- text