ચોટીલાના ધારાસભ્યને ન્યાય આપો: મોરબી જિલ્લાના કોંગી અગ્રણીઓની માંગ

- text


મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી સુખદેવભાઈ ડાભી અને વાંકાનેર તાલુકા કોંગ્રેસના મહામંત્રી જગદીશભાઈ કોબીયાની ગૃહમંત્રીને રજુઆત

મોરબી: ચોટીલાના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન ઋત્વિકભાઈ મકવાણાને જસદણના હડમતીયા ગામ પાસે અસામાજિક તત્વો દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી સુખદેવભાઈ ડાભીએ અને વાંકાનેર તાલુકા કોંગ્રેસના મહામંત્રી જગદીશભાઈ કોબીયાએ ગૃહ મંત્રીને રજુઆત કરીને ઋત્વિકભાઈને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી હતી.

- text

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુખદેવભાઈ ડાભી અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ મહામંત્રી જગદીશભાઈ કોબીયાએ ગૃહમંત્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે ચોટીલા, મૂળી અને થાન વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઋત્વિકભાઈ પટેલને જસદણના હડમતીયા ગામ પાસે અસામાજિક તત્વો દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઋત્વિક પટેલે આ અંગે એસપી કંટ્રોલ રૂમને જાણ કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુમાં કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે આ ઘટનાને પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં આરોપીઓ સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જો આ ઘટના અંગે સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

- text