મોરબીના નવયુગ સંકુલમાં સમર કેમ્પનો શુભારંભ

- text


પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વોલીબોલ અને યોગાસનો વિશે પ્રેક્ટિકલ જ્ઞાન અપાયું

મોરબી : મોરબી જીલ્લામાં અલગ અલગ પ્રવૃતિઓમાં અગ્રેસર એવી નવયુગ સંકુલમાં આજરોજથી ઓપન મોરબી સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ સંકુલમાં આજથી સમર કેમ્પનો પ્રારંભ થયો છે. મોરબી જિલ્લા માંથી આઉટ ઓફ કન્ટ્રીમાં યોજાનાર સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓ ભાગ લે અને વિજય પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારે તેવા હેતુથી સમર કેમ્પના ટ્રેનરો અને પ્રમુખ પી.ડી.કાંજીયા વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે.

- text

આ સમર કેમ્પમાં આજરોજ વોલીબોલ અને યોગાસનને લગતો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં સ્પર્ધાત્મક રમતો જેવી કે કરાટે, સ્કેટિંગ, રાઇફલ શૂટિંગ, આર્ચરી જેવી વિવિધ રમતો તથા દરેકને આશ્ચર્યમાં મૂકી દયે તે પ્રકારના જિમનાસ્ટિક તથા રોપ મલખમ્બ ( દોરડા પર યોગા) કરવામાં આવશે.

 

- text