મોરબીના ઉમિયા માનવ સેવા ટ્રસ્ટે ૫ વર્ષમાં જરૂરિયાતમંદ પરિવારોને કરી રૂ.૧ કરોડથી વધુની સહાય

- text


ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદ પરિવારોના ઉત્થાનની અભૂતપૂર્વ કામગીરી: ૨૧૨ પરિવારો માટે ટ્રસ્ટ બન્યું આશીર્વાદ સમાન : નિરાધાર વડીલો માટે માનવ મંદિર બનાવવાનું આયોજન : દાતાઓને આ સેવાયજ્ઞમાં જોડાવવાની અપીલ

મોરબી : મોરબી જિલ્લામાં ‘હાલો ભેરૂ ગામડે’ યોજનાના હેઠળ દુર ગામના સમાજના આર્થિક અત્યંત નબળા પરિવારોને આર્થિક, સામાજિક, વૈદકીય, શૈક્ષણિક, સહાય પ્રસાદ રૂપે ઘેર બેઠા પહોચાડી તેઓને અનાથ નિરાધારની લઘુતાગ્રંથીમાથી બહાર લાવી સમાજ પ્રવાહમા ગૌરવભેર સમાવવાના હેતુથી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર કાર્યરત છે. ટ્રસ્ટની તા.૧૦-૭-૨૦૧૩ ના રોજ સ્થાપના કરવામા આવી હતી. આ ટ્રસ્ટનુ કાર્યક્ષેત્ર મોરબી જિલ્લા પુરતુ મર્યાદિત રાખવામા આવ્યુ છે.

૧૧ ટ્રસ્ટીઓથી શરૂ કરેલ ટ્રસ્ટમા હાલ ૧૦૦ થી પણ વધુ ટ્રસ્ટીઓ છે. દરેક ટ્રસ્ટીઓ દર વરસે રૂ.૫૧૦૦૦/નુ યોગદાન આપે છે. જેમાથી જરૂરિયાતમંદ પરિવારોને સહાય ચુકવવામા આવે છે. હાલ આ ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લાના ૧૩૧ વિધવા બહેનો, ૧૮ ત્યક્તા બહેનો, ૫૮ પુત્ર વિનાના નિરાધાર અશક્ત વૃધ્ધ વડીલો, પ માતા પિતા વિહોણા નિરાધાર સગીર બાળકોના મળી કુલ ૨૧૨ પરિવારોને સહાય ચુકવવામા આવે છે. ઉપરાંત જરૂરી વસ્ત્ર, વૈદકીય, શૈક્ષણિક તેમજ સિલાઈ મશીનની પણ સહાય કરવામા આવે છે. અત્યાર સુધીમા રૂ.૧ કરોડ થી વધુની રોકડ સહાય ચુકવવામા આવી છે. જેમાં જીવન નિર્વાહ માટે રૂ.૯૫,૦૨,૮૬૬ વસ્ત્ર માટે રૂ.૧૭,૮૭,૭૦૧ મેડીકલ સહાય રૂ.૨,૦૪,૨૯૯ સિલાઈ મશીન સહાય રૂ. ૩,૧૭,૩૫૪ ગૌશાળા સહાય રૂ. ૫૬,૨૨૩ સમુહ લગ્ન સહાય રૂ. ૮૯,૨૨૨ વૃધ્ધાશ્રમ સહાય રૂ. ૨૧,૬૦૦ અતિવૃષ્ટી સહાય રૂ. ૨૫,૦૦૦ મળી કુલ રૂ.૧,૦૨,૦૩,૬૬૫ સહાય ચુકવવામાં આવી છે.

આ ઉપરાંત લાભાર્થીઓને અન્ય સંસ્થાની સહાયમાં ઉઝા મંદિરેથી માસિક રૂ.૨૦૦/તથા સિદસર મંદિરેથી માસિક રૂ.૫૦૦/ તથા સરકારી પેન્સન
યોજના મુજબ વિધવા બહેનોને માસિક ૧૦૦૦/ તથા નિરાધાર વડીલોને માસિક રૂ. ૪૦૦/ તથા માતાપિતા વિહોણા નિરાધાર સગીર બાળકોને
માસિક રૂ.૩૦૦૦/પેન્શન મંજુર કરાવેલ છે. આમ ટ્રસ્ટના લાભાર્થી પરિવારોને જુદી જુદી યોજનાઓ હેઠળ માસિક આશરે રૂ.૨૫૦૦/થી વધુ રકમની રોકડ સહાય મળતી થયેલ છે. તેમજ લાભાર્થી પરિવારોના ધોરણ ૬ કે તેથી વધુ અભ્યાસ કરતા બાળકોને દર વરસે K P S N A અમેરિકા તથા ઉઝા મંદિરેથી રૂ.૧૦,૦૦૦/ની મર્યાદામા બંને સંસ્થાઓમાથી સ્કોલરશીપ આપવામા આવે છે.

- text

ટ્રસ્ટની આર્થિક સહાય મેળવતા કુટુબો પૈકી અંધ, અશક્ત, પથારીવશ, નિરાધાર વડીલોની સંખ્યા મોરબી જિલ્લામા આશરે ૧૫૦થી વધારે છે તેઓને પુત્ર નથી. આવકનુ કોઈ સાધન નથી. મોટી ઉમરના લીધે કામ કરી શકતા નથી પાટીદારનુ લોહી ખમીરવંતુ હોવાથી હાથ લાબો કરી શકતા નથી. ભુખ્યા સુઈ જાય પણ પાડોશીને ખબર પડવા દેતા નથી. આવા પુત્રવિહોણા નિરાધાર વડીલોને રહેવા માટે ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ ભીમનાથ દાદાના સાનિધ્યમા વીસ વીઘા જમીનમા અધ્યતન સુવિધાજન્ય માનવ મંદિર બનાવવાનુ આયોજન કરેલ છે.

માનવ મંદિર પ્રોજેકટને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ગામડે રહેતા સમાજના દરેક સુખી કુટુંબ ઊબરાદીઠ એવરેજ ઓછામા ઓછા રૂ.૧,૧૧૧ કે તેથી વધુ અને શહેરોમા રહેતા સમાજના દરેક સુખી ઉબરાદીઠ એવરેજ ઓછામા ઓછા રૂ.૧૧,૧૧૧ કે તેથી વધુ યોગદાન કરે તેવી સમગ્ર ટ્રસ્ટીમંડળ વિનમ્ર અરજ કરી છે.

સંનિષ્ઠ કાર્યકર્તાઓના કઠોર પરિશ્રમથી દર વરસે લાભાર્થી કુટુમ્બોની સંખ્યામા ઉત્તરોતર વધારો થતા ખર્ચમા પણ સતત વધારો થાય છે.વધતા જતા ખર્ચને પહોચી વળવા દાતાઓ મહાયજ્ઞમા આહુતિ આપી શકે છે. દાતાઓ ટ્રસ્ટી બનીને, લાભાર્થી, પરિવાર દત્તક લઈને, લાભાર્થી વિધ્યાર્થી દત્તક લયીને, લાભાર્થી દર્દી દત્તક લયીને, વસ્ત્રદાતા બનીને, આવકના ૧% રકમ દાનમા આપીને, ટ્રસ્ટના સમર્પિત કાર્યકર્તા બનીને, પારિવારિક પ્રસંગો જેવા કે ગોત્રજ, બાળકનો જન્મદિવસ, શ્રીફળ વિધી, લગ્નપ્રસંગ, લગ્ન વર્ષ ગાઠ, નોકરી વેપાર,ઉદ્યોગના શુભારંભ, પારિવારીક સ્નેહ મિલન, નૂતનગૃહ પ્રવેશ, ગંગાપુજન, રાદલ, તેમજ સદગત પરિજનોની ઉત્તરક્રિયા, શ્રાધ્ધ, પૂણ્યતિથી જેવા પ્રસંગોએ સ્મૃતિદાન ભેટ આપીને, ધાર્મિક-સામાજિક-સાસ્કૃતિક-કાર્યક્રમો જેવા કે રામકથા, ભાગવતકથા, નવરાત્રી મહોત્સવ, ગણેશોત્સવ, શરદોત્સવ, સંતવાણી, લોકડાયરો, ધાર્મિક નાટકો યોજી તેની બચત રકમ દાન પેટે આપીને પુણ્યના ભાગીદાર બની શકે છે.

વધુ વિગત માટે ટ્રસ્ટના હોદે્દારોનો પોપટભાઇ એલ ગોઠી, મંત્રી ,મો. ૯૯૨૫૫૮૩૮૩૪, ગોપાલભાઈ એમ.ચારોલા, ઉપપ્રમુખ, મો.૯૮૨૫૨૬૨૮૪૮, પોપટભાઈ બી.કગથરા, પ્રમુખ મો.૮૨૩૮૨૪૬૪૬૪ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text