હળવદમાં આદિવાસી પરિણીતાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો

- text


આઠમા મહિને જન્મેલ બાળકના આંતરડા બહાર : ઓપરેશન કરે તો બાળકની જિંદગી બચી શકે

હળવદ : આજે હળવદની ખાનગી હોસ્પિટલમાં આદિવાસી પરિણીતાએ વિચિત્ર બાળકને જન્મ આપતા કુતુહલ સર્જાયું હતું, આઠમા મહિને જન્મેલ બાળક આમ તો સ્વસ્થ છે પરંતુ આંતરડા સહિતના અવયવો બહાર હોય ઓપરેશન થાય તો જ બાળકની જિંદગી બચી શકે તેમ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે હળવદની પાર્થ હોસ્પિટલ ખાતે શક્તિનગરમાં ખેતમજૂરી કરતી આદિવાસી પરિણીતા અનિતાબેને અધૂરા મહિને એટલે કે આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલ આ બાળકના આંતરડા સહિતના અવયવો શરીરની બહાર હોય કુતુહલ સર્જાયું છે.

- text

હાલ આ બાળકની તબિયત સારી છે પરંતુ બાળકની જિંદગી બચાવી મુશ્કેલ હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે, જો કે તબીબ ડો.અંકિત માલપરા અને ડો.વર્ષા માલપરાના મતે આ બાળકનું ઓપરેશન કરવામાં આવે તો બાળકની જિંદગી બચી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

- text