૧૦ થી ૨૦ મેં દરમિયાન મોરબીમાં ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલ

- text


બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ સહિતની અનેક સ્પર્ધાઓ : ઓપન કોમ્પિટિશન

તમામ ઉંમરના લોકો ભાગ લઇ શકશે : ૧ મેં સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

મોરબી : આગામી તા. ૧૦ થી ૨૦ મેં દરમિયાન મોરબીના ઇડન હિલ્સ ખાતે ઓપન ફોર ઓલ (તમામ ઉંમરના લોકો માટે) ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરાયું છે જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ સહિતની અનેક સ્પર્ધાઓ યોજવામાં આવશે અને વિજેતાઓને આકર્ષક ઇનામ આપવા જાહેરાત કરવામાં આવી છે.

મોરબીના રવાપર – ઘુંનડા રોડ પર આવેલ ઇડન કલબ દ્વારા આગામી તારીખ ૧૦ મેં થી ૨૦ મેં દરમિયાન ઇડન કલબ ખાતે ઓપન ફોર ઓલ ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલનું તમામ ઉંમરના લોકો એટલે કે બાળકો, યુવાનો અબાલ વૃદ્ધ સૌ માટે આયોજન કરાયું છે. જેમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્નુંકર, સ્વિમિંગ સહિતની અનેક સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

- text

આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિજેતાઓને આકર્ષક ઇનામોની સાથે ઇડન કલબની મેમ્બરશીપ આપવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

ઇડન સ્પોર્ટ્સ કાર્નિવલમાં ભાગ લેવાં માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે જેથી આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ તા. ૧ મેં સુધીમાં રાજીસ્ટ્રેશન કરાવવા માટે અમૃત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, શનાળા રોડ,મોરબી અને ઇડન કલબ, રવાપર – ઘુનડા રોડ મોરબીનો સંપર્ક સાધવો, વધુ વિગતો માટે મો. ૯૯૨૫૦ ૬૭૭૬૦ અથવા ૯૦૯૯૪ ૦૬૦૬૦ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text