મોરબીમાં ઘુટુ રોડ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


મોરબી : મોરબીના ઘુટુ રોડ પર અવાવરું જગ્યા પર ઝાડ સાથે લટકી જઈ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના રોહિદાસપરા પાછળ આવેલ વિજયનગરમાં રહેતા શૈલેષ મનુભાઈ ચાવડા ઉ. ૨૫ નામના યુવાને ઘુટુ રોડ પર આવેલ નોબલ સીરામીક ફેકટરીની બાજુમાં અવાવરું જગ્યા પર ઝાડ સાથે લટકી જઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

- text