મોરબી : તલાટી મંત્રીને ધમકી આપી ગાળો ભાંડનારની ધરપકડ

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામનાં તલાટી મંત્રીને એક શખ્સે આકરણી કરવા મુદ્દે ધાક ધમકી આપી બીભત્સ ગાળો આપી ફરજમાં રુકાવટ કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયા બાદ આ મામલે તાલુકા પોલીસે આરોપીને લાલપર ગામેથી ઝડપી લીધો હતો.

- text

આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના ઉંચી માંડલ ગામનાં તલાટી મંત્રી ડેનિસ એન. ઝાલરિયા ની કચેરીમાં નવીન ભાણા સોલંકી નામનો શખ્સ આકારણીના કામ માટે આવ્યાં હતો બાદમાં તેમણે રકર્ડ ચેક કર્યા વીના તેનુ કામ ઝડપથી કરવા જણાવતા મંત્રીએ શખ્સને બહાર બેસવાનું કહેતાં આરોપીએ અન્ય અરજદારની હાજરીમાં નશાની હાલતમાં બીભત્સ વર્તન કરી ગાળો આપી ધાક ધમકી આપી તલાટી મંત્રીની ફરજમાં રુકાવટ કરી હતી.બનાવ અંગે તલાટી મંત્રીએ પ્રથમ લેખિત અરજી આપ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ નોંધાઇ હતી અને પોલીસે બનાવમાં આરોપી નવીનને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text