મોરબીની ખાનગી સ્કૂલને ખોટું સરનામું દર્શાવવા બદલ નોટિસ

- text


૭ દિવસમાં શાળા દ્વારા ખુલાસો નહિ અપાઈ તો રૂ ૨૦ હજારનો દંડ અને માન્યતા રદ સુધીના પગલાં લેવાની જિલ્લા શિક્ષણ તંત્રની ચીમકી

મોરબી : મોરબીની ઓમ શાંતિ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ દ્વારા ખોટું સરનામું દર્શાવીને વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની ફરિયાદના પગલે જિલ્લા શિક્ષણઅધિકારીએ શાળા સંચાલકને કારણદર્શક નોટિસ ફટકારીને ૭ દિવસમાં ખુલાસો આપવાનો આદેશ કર્યો છે.

તાજેતરમાં એક જાગૃત નાગરિકે ટ્વીટ કરીને જિલ્લા કલેક્ટરને ફરિયાદ નોંધાવી હતી કે ઓમ શાંતિ સ્કૂલનું સરનામું શહેરની અંદર દર્શાવવામાં આવ્યું છે. હકીકતમાં આ શાળા શહેરની બહાર આવેલી છે.આમ શાળાએ ખોટું સરનામું દર્શાવીને વાલીઓને ગેરમાર્ગે દોર્યા છે. ઉપરાંત ફીની રશીદ માં પણ શાળાએ સરનામું દર્શાવ્યું નથી.

- text

આ પ્રકારની ફરિયાદ જિલ્લા કલેકટરને મળતા તેઓએ જિલ્લા શિક્ષણ તંત્રને તપાસના આદેશ આપ્યા હતા.આ અંગે વધુ વિગત આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.એમ.દવેએ જણાવ્યું કે ઓમ શાંતિ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ખોટા સરનામાં અંગે જિલ્લા કલેક્ટર ઉપરાંત ગાંધીનગર થી પણ તપાસનો આદેશ મળ્યો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું કે શાળાને કારણદર્શક નોટિસ આપીને ૭ દિવસમાં ખોટા સરનામાં મુદ્દે ખુલાસો આપવાનો આદેશ આપ્યો છે. જો ૭ દિવસમાં શાળા તરફ થી ખુલાસો આપવામા નહિ આવે તો રૂ.૨૦ હજારનો દંડ તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક ને શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરવાના પગલાં લેવામાં આવશે.

- text