મોરબીના ખાનપર ગામે તલાટી અને અરજદાર વચ્ચે માથાકૂટ: સામસામી ફરિયાદ નોંધાઇ

- text


પોલીસે બન્ને ની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી

મોરબી: મોરબીના ખાનપર ગામે પંચાયત કચેરીએ તલાટી મંત્રી અને અરજદાર વચ્ચે માથાકૂટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બંને વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ બીચકયો હતો અને બાદમાં સામસામી પોલીસ ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ કોયલી ગામના રહેવાસી અને ખાનપર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા દિવ્યેશકુમાર લીંબાભાઈ ભીમાણીએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે તલાટી કમ મંત્રી તરીકે ખાનપર ગ્રામ પંચાયત કચેરીએ ફરજ પર હોય તે દરમિયાન આરોપી હરેશ નાથા પરમાર નામનો ઇસમ કૈફી પ્રવાહી પીધેલી હાલતમાં આવીને પોતાની દુકાનનો વેરો ભરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રુકાવટ લાવી હતી.

- text

જયારે સામાપક્ષે ગુલાબ નાથાભાઈ પરમારે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેનો ભાઈ બંને પંચાયત ઓફિસમાં તેની દુકાનનો વેરો ભરવા ગયા હોય ત્યારે આરોપી ખાનપર ગામના તલાટી મંત્રી અને ગામના સરપંચ ખંતીલભાઈ મગનભાઈએ વેરો લેવાની ના પાડતા તેઓને વેરા ન સ્વીકારવાનું કારણ લખી આપવાનું કહેતા સરપંચ ખંતીલભાઈ મગનભાઈએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઓફીસ બહાર કાઢી ફરીયાદી તેમજ તેના ભાઈને ઢીકાપાટું માર્યું હતું.

મોરબી તાલુકા પોલીસે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટની જયારે સામાપક્ષે અરજદારની એટ્રોસિટીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text