રાજ્યના પૂર્વ અગ્રસચિવ પી.કે.લહેરી રણ સરોવર પ્રોજેકટથી અત્યંત પ્રભાવિત

- text


રણ સરોવર પ્રોજેકટને લઈ અજંતા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલને લખ્યો વિસ્તૃત પત્ર

મોરબી : ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલે સંશોધિત કરેલા રણ સરોવર પ્રોજેકટથી રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી અને નર્મદા નિગમના તત્કાલીન ચેરમેન પી.કે.લહેરી અત્યંત પ્રભાવિત થયા છે અને આ અંગે જયસુખભાઈને વિસ્તૃત પત્ર લખી રણ સરોવર પ્રોજેકટને અતિ મહત્વનો ગણાવ્યો હતો.

રાજ્યના પૂર્વ અગ્રસચિવ અને નર્મદા નિગમના ચેરમેન તથા ગુજરાત રાજ્યના વહીવટી દ્રષ્ટિએ અને પાણી પ્રશ્ને દિગજ્જ અને વિદ્વાન અનુભવી ગણાતા અધિકારી પી.કે.લહેરીએ રણ સરોવર પ્રોજેકટને ગુજરાતની ભાવિ પેઢી માટે અમૂલ્ય ગણાવ્યો છે, હાલ સોમનાથ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને દ્વારકા મંદિર, અંબાજી મંદિર, શ્રી ભાગવત વિદ્યાપીઠ અને સદભાવના પરિવાર ટ્રસ્ટ સાથે જોડાયેલા પી.કે.લહેરી સાહેબે જણાવ્યું હતું કે રણ સરોવર અંગેના અમૂલ્ય વિચારોને આપણી ભાવિ પેઢીના સુરક્ષિત ભાવિ માટેનો વિચાર ગણાવ્યો હતો,

આ સાથે રણ સરોવર માટેના પી.કે લહેરી સાહેબના વિચારો તેમજ આ પ્રોજેકટ માટે લોક જાગૃતિ, પરિસંવાદ અને લોક ચળવળ માટે વિચારો રજુ કર્યા છે જે નીચે મુકવામાં આવ્યા છે.

- text

P D F ફાઈલ ફોર્મેટમાં વાંચવા માટે આ  લિંક પર ક્લીક કરો P.-K.-LAHERI

 

 

- text