મોરબીમાં જમીન પર કરાયેલા દબાણ મુદ્દે મહિલાની આત્મવિલોપનની ચીમકી

- text


મહેન્દ્રનગરમાં રૂ.૭૦ કરોડની જમીન પર થયેલા દબાણને હટાવવા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહિ: કલેક્ટરને રાવ

મોરબી : મોરબીમાં સરકારી અધિકારીઓની મિલીભગતથી મહેન્દ્રનગરમાં ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા મહિલાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ઉજીબેન ટાભાભાઈ પરમારે જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓની મિલી ભગત થી મહેન્દ્રનગર વિસ્તારમાં રૂ.૭૦ કરોડની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના પેન્ડિંગ કેસની ઉપરવટ જઇને અહીં હજુ ચણતર કામ કરવામાં આવ્યું છે.

- text

આ દબાણ અંગે વખતો વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાંની માંગ ઉઠાવવામાં આવી છે.

વધુમાં ઉજીબેન પરમારે જણાવ્યું કે દબાણ કરનાર ભુમાફિયા તેઓની હત્યાં કરવાનું ષડ્યંત્ર રચી હોય તેવી ભીતિ છે. આ અંગે નક્કર કાર્યવાહી નહિ થાય તો ના છૂટકે આત્મવિલોપનનો માર્ગ અપનાવવો પડશે.

 

- text