મોરબી : રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલી કથામાં આજે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ

- text


લાયન્સ ક્લબનું આયોજન : લોકોને ડાયાબિટીશ અંગે માર્ગદર્શન આપવામાં આવશે

મોરબી: રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક યજ્ઞ દરમિયાન યુવા કથાકાર શાસ્ત્રી નિખિલભાઈ જોશીની ભાગવત સપ્તાહ ચાલી છે જે દરમિયાન આજે રાત્રે લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીશ ચેકઅપ કેમ્પ યોજાશે.ઉપરાંત લોકોને ડાયાબિટીશ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

મોરબીના રામોજી ખાતે ભાગવત કથા ચાલી રહી છે. જેમાં આજ રોજ લાયન્સ ક્લબ દ્વારા ડાયાબિટીશ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આજે રાત્રે ૯થી ૧૧ સુધી યોજાશે. હાલના સમયમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકોએ ડાયાબિટીશ અંગે જાગૃતિ લાવી ને કેમ્પનો લાભ લેવા લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ડ્રિસ્ટિકટ વાઇસ ગવર્નર ચંદ્રકાન્ત દફ્તરી, લાયન્સ કલબ નજરબાગ પ્રમુખ તુષારભાઈ દફ્તરી, ડો.જયેશભાઇ પટેલ તેમજ શાસ્ત્રી નિખિલભાઈ જોશી દ્વારા અનુરોધ કરાયો છે.

- text

ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ અને યુવા કથાકાર શાસ્ત્રી નિખિલભાઈ જોશી દ્વારા આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રૂ.૩૫ લાખ થી વધુનું ભંડોળ એકત્રિત કરીને મોરબીમાં કિડની ડાયાલીસીસ કેન્દ્ર ઉભું કરવામાં આવશે.

medical doctor with stethoscope on white background

- text