મોરબીમાં હનુમાન જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી

- text


શહેરભરના હનુમાન મંદિરોમાં બટુક ભોજન, મારુતિ યજ્ઞ , સુંદરકાંડના પાઠ અને મહાઆરતી સહિતના આયોજનો
મોરબી: મોરબીમાં આજે પવનપુત્ર બજરંગબલીના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન રામના પરમ ભક્ત તથા શિવજીના રુદ્રાવતાર અને પવન પુત્ર ભગવાન બજરંગ બલીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

શહેરમાં ઠેરઠેર આવેલા હનુમાન મંદિરોમાં આજે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.હનુમાનજીને વિશૅષ શણગારકરવામાં આવ્યો હતો સવારથી દરેકમંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી અને હનુમાન મંદિરોમાં વિશેષપૂજા રચના કરાઈ હતી

- text

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ રોડ ,રવાપર રોડ , તથા શનાળા રોડ પર આવેલ સોસાયટીઓ ના મંદિરમાં , ચકિયા હનુમાન મંદિર, લાતી પ્લોટ પાસેના મણિધર હનુમાન મંદિર ઉપરાંત નવલખી રોડ, સો ઓરડી, રામકૃષ્ણ અને વેજીટેબલ રોડ પર આવેલા હનુમાન મંદિરમાં સુંદરકાંડના પાઠ, મારુતિ યજ્ઞ, બટુકભોજન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે અમુક મંદિરોમાં આધુનિક પ્રણાલી મુજબ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

ઉપરાંત લકધીરવાસ ચોક ખાતે બટુકબાલાજી મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.નાના ભૂલકાઓ દ્વારા અહીં મઢુલી બનાવવામાં આવી હતી. જેમાં હિંડોળા પર હનુમાનજી મહારાજને બેસાડવામાં આવ્યા હતા. આ સાથે શિવલિંગ પણ રાખવામાં આવ્યું હતું. સાંજે બટુક ભોજન પણ યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉપસ્થિત રહીને પ્રસાદી લીધી હતી.

- text