હળવદના કીડી ગામે થી અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના કીડી ગામે છેલ્લા ૫ વર્ષ થી અપહરણ ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મિશન મુસ્કાન અંતર્ગત કિશોરી કે સગીરાઓનું અપહરણ થયું હોય તેવા કેસો વહેલી તકે ઉકેલવા જિલ્લા પોલીસ વડાએ આદેશ આપ્યો છે. જે સંદર્ભે આજે પોલીસે હળવદ તાલુકા દ્વારા કીડી ગામે થી ૨૦૧૩ના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મહેશભાઈ આહીર, ઈશ્વરભાઈ રબારી, અરજણભાઈ ભરવાડ અને વિજયભાઈ ગઢવી જોડાયા હતા.

- text