મોરબીના નીચી માંડલ ગામે આજે રાત્રે રામામંડળ

- text


મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામે કરમશીભાઈ કુંડારીયા પરિવાર દ્વારા ગૌશાળા ના લાભાર્થે આજે રાત્રે ૯:૩૦ કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચી માંડલ ગામે આવેલા ભાગવત સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે આજે રાત્રે પીઠડના પીઠડાઈ ગૌ સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે.
નીચી માંડલ ગામના સેવાભાવી કરમશીભાઈ કલ્યાણજીભાઈ કુંડારીયા દ્વારા ગૌ સેવાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા માટે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text