મોરબીના સામાકાંઠે અખબાર વિતરકનું ટ્રક હડફેટે કમકમાટી ભર્યું મોત

- text


નાના ગઢવી તરીકે ઓળખાતા મિલનસાર સ્વભાવના ખીમરાજભાના મોતથી અખબારી જગતમાં ગમગીની

મોરબી : મોરબી શહેરના સમાકાંઠે અખબાર વિતરણનું કામ કરતા નાના ગઢવી તરીકે ઓળખાતા ખીમરાજભા ગઢવીને ટ્રકે માળીયા ફાટક પાસે હડફેટે લેતા તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સમાકાંઠા વિસ્તારમાં અખબારનું વિતરણ કામ કરતાં નાના ગઢવીની નામે ઓળખાતા ખીમરાજભા હમીરભા ગઢવી આજે અખબાર વિતરણ કરવા જઈ રહ્યા હતા. તે વેળાએ માળીયા ફાટક પાસે નેશનલ હાઇવે પર અજાણ્યા ટ્રકે ખીમરાજભાને હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પોલીસને બનાવ અંગેની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

નાના ગઢવીના નામે ઓળખાતા તેમજ મિલનસાર સ્વભાવ ધરાવતા ખીમજીભાઈ ગઢવીના મોતથી મોરબી પંથકના અખબારી જગતમાં ગમગીની છવાઈ છે.

- text