મોરબીમાં અભયમના કારણે પત્નીને પતિના ત્રાસમાંથી મળી મુક્તિ

- text


યુવકે પરણિત હોવા છતાં યુવતીને અંધારામાં રાખી તેની સાથે બીજી વખત લગ્ન કર્યા, પત્નીને જાણ થતાં ત્રાસ આપતો : અઢી માસના બાળક સાથે યુવતીને માતાપિતા પાસે મોકલવામાં આવી

મોરબી : મોરબીમાં અઢી માસના બાળક સાથે ઇજાગ્રસ્ત હાલતમાં મળેલી યુવતી માટે અભયમ હેલ્પલાઇન આશીર્વાદરૂપ બની છે.આ યુવતી સાથે તેના પતિએ છેતરપિંડી કરી હતી.જેની જાણ થતાં પત્નીને અવાર નવાર માર મારવામાં આવતો હતો. હાલ અભયમની ટીમે યુવતીની ઈચ્છા મુજબ તેના માતા પિતા પાસે પહોંચાડી છે.

છોટા ઉદેપુરની યુવતીએ મોરબીના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્યાં અઢી માસ પૂર્વે બાળકનો જન્મ થયો હતો.મોડે સુધી પત્ની પતિની અશ્લીયત થી અજાણ હતી.અંતે તેને ખબર પડી કે પતિએ પરિણીત હોવા છતાં તેને અંધારામાં રાખીને તેની સાથે બીજા લગ્ન કર્યા છે.બાદમાં ઘણા દિવસો સુધી પત્નીએ તેના પતિનો ત્રાસ સહન કર્યો હતો.

- text

બાદમાં અઢી માસના બાળક સાથે યુવતીને ગભરાયેલ અને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા કોઈ વ્યક્તિએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનને જાણ કરતા અભયમના કાઉન્સેલર જાગૃતિબેન મકવાણા અને પાયલોટ દિલીપભાઈ ડોબરીયા ત્વરિત ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પ્રાથમિક સારવાર કર્યા બાદ જાગૃતિબેન દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. યુવતીએ અભયમની ટીમને સંપૂર્ણ આપવીતી જણાવી હતી બાદમા યુવતીએ તેના પતિ સામે કેસ ન કરવાનું કહ્યું હતું અને તેના માતા પિતા પાસે જવાની ઈચ્છા વ્યકત કરી હતી. જેથી અભયમ ની ટીમે યુવતીના માતા-પિતાનો સંપર્ક કરી યુવતીને તેમના માતા-પિતા પાસે મોકલવાની કામગીરી હાથ ધરી હતી. અભયમ હેલ્પલાઇન નાં કારણે યુવતીને તેના પતિના ત્રાસ માંથી છુટકારો મળ્યો છે.

- text