હળવદની સરકારી હોસ્પિટલ ખાતે “નન્હી પરી”નો જન્મ થતાં ચાંદીનો સિક્કો અર્પણ

- text


રાજય સરકારની “નન્હી પરી અવતરણ” અભિયાન અંતર્ગત આજે હળવદ નગરપાલિકાના મહિલા પ્રમુખના હસ્તે સન્માન

હળવદ : આંતરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ૮ માર્ચના રોજ જન્મેલી દરેક બાળકીને રાજય સરકાર દ્વારા પ ગ્રામ ચાંદીના સિક્કા, સન્માન પત્ર સહિત મમતા કીટ આપવામાં રહી છે ત્યારે ઇશ્વરનગરમાં ખેત મજૂરી કરતા નાયક પરિવારમાં
આજરોજ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે નન્હી પરીનો જન્મ થતાં “નન્હી પરી અવતરણ” અભિયાન અંતર્ગત લક્ષ્મીના વધામણાં કર્યા હતાં.

પ્રધાનમંત્રી દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દિકરીના જન્મ પ્રમાણ સામે જન જાગૃતિ કેળવાય અને દિકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે એ હેતુથી રાજય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા માટે આજે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ઇશ્વરનગરમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા મીનાબેન અબુભાઈ નાયકને પ્રસૃતિ થતાં હળવદની સરકારી હોસ્પિટલમાં નન્હી પરીનો જન્મ થતાં લક્ષ્મીના વધામણાં કર્યા હતાં.

- text

રાજય સરકારની “નન્હી પરી અવતરણ” અભિયાન અંતર્ગત આજે હળવદ નગરપાલિકાના મહિલા પ્રમુખ હિનાબેન રાવલના હસ્તે ઈશ્વરનગરના પરિવારજનોને ચાંદીનો સિક્કો તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ દિવસે ગુજરાતમાં લેનારી પ્રત્યેક દિકરીને નન્હી પરી અવતરણ તરીકે વધાવવામાં આવી રહી છે ત્યારે આજે અવતરીક થનાર દિકરીઓના પરિવારજનોને એક તરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો સૌગૌરવ સાથે અર્પણ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારત સરકારનો હેતુ મહિલાઓને પુરત પ્રમાણમાં રોજગારી મળી રહે, મહિલા આત્મનિર્ભર બને તેમજ સમાજ દરેક જગ્યાએ મહિલાઓને પ્રતિનિધિત્વ જળવાઇ રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. તો આ કાર્યક્રમ અંતર્ગત બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન ભટ્ટી, ડૉ. કૌશલ પટેલ, નરસિંહ પ્રજાપતિ, ડૉ. આદ્રોજા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે બિપીનભાઈ દવે, અજયભાઈ રાવલ, ઘનશ્યામ ગોહિલ સહિત ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text