મોરબીમાં ડેઇલી ફાયનાન્સમાં નાણાં લેનારને મારમારતા એસ્ટ્રોસિટી

- text


૪૦ દિવસમાં ૧૨૦૦૦ ના પંદર હજાર ચૂકવવમાં નિષ્ફળ જતા રુદ્ર ફાયનાન્સના માણસે માર માર્યો

મોરબી : મોરબીમાં ડેઇલી ફાયનાન્સમાં ઉંચા વ્યાજે નાણાં લેનાર વનાળિયા સોસાયટીના ડ્રાઇવર સમયસર નાણાં ચૂકવી ન શકતા ફાયનાન્સર અને અન્ય એક વ્યક્તિએ માર મારતા ફરિયાદીએ એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવી છે.

જાણવા મળ્યા મુજબ છોટાહાથી ચલાવી જીવન નિર્વાહ કરતા વનાળિયા સોસાયટીના રહેવાસી રામજીભાઈ જેઠાભાઇ ચાવડાએ રુદ્ર ફાયનાન્સ માંથી ૧૨૦૦૦ રૂપિયા રોજના ૧૫૦ ચુકવવાની શરતે ૪૦ દિવસમાં ૧૫૦૦૦ ચુકવવાની શરતે લીધા હતા.

- text

પરંતુ સમયસર નાણા ચૂકવી ન શકતા ગઈકાલે નટરાજ ફાટક નજીક છોટા હાથીના વાહનના માલિક કાનભા અને રુદ્ર ફાયનાન્સના ઝાડા માણસે ફરિયાદીને રોકી ઢીકા પાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપવાની સાથે જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

 

- text