વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમ દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

એસઓજી પોલીસ ઇન્સપેક્ટર એસ એન.સાટી તથા મોરબી એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ફારૂક્ભાઇ યાકુબભાઇ તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ તથા ડ્રાઇવર વિજયભાઇ ખીમાંણીયા સહિતનો સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે ફારૂક્ભાઇ યાકુબભાઇ તથા પો.કો નરેન્દ્રસિહ જાડેજાને ખાનગી રહે મળેલ હકિકતના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સેકન્ડ ગૂ.ન.૩૧૮૩/૨૦૧૭ અન્વયે પશુપ્રત્યે ધાતકીપણું કલમ ૧૧ડી સહિતના કામે નાસતા ફરતા આરોપીને મનુભાઇ ઉર્ફે મનજી ધુળાભાઇ સિંધવ જાતે સરાણીયા ઉવ ૨૫ રહે.હાલ લાખામાચી લાખાખડા મદિરના પટમાં તા.થાન જી.સુરેન્દ્રનગર, મુળ રહે. રાણીપાટ તા.મુળી જી.સુરેન્દ્રગર વાળાને સીં.આર.પી.સી મુજબ ગઈકાલે અટક કરી આરોપી ને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- text

- text