ટંકારા માં માનવ સેવા ની જ્યોત જલાવતા બીપીનભાઈ પ્રજાપતિ

- text


પુત્રીના જન્મદિન ની સમાજ થી તરછોડાયેલા અને દિવ્યાંગો સાથે ઉજવણી કરી

ટંકારા : આજના જેટ યુગ માં ભૌતિક સંપત્તિ એકઠી કરવાની લ્હાય માં લોકો પાસે માનવસેવા ની ફુરસાત રહેતી નથી ત્યારે ટંકારા ના પ્રજાપતિ યુવાન બીપીનભાઈ પ્રજાપતિ ખરા અર્થમાં લોકસેવા કરીને અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. પુત્રીના જન્મ દિનની ઉજવણી પણ પ્રેરણાદાયી રીતે કરી હતી.

- text

ટંકારના જબલપુર ગામ ના વતની બીપીનભાઈ પ્રજાપતિ માનવસેવા નું ઉત્તમ કામ કરી રહ્યા છે તેમની પુત્રી દિવના બેન ના જન્મદિને બર્થડેપાર્ટીના ખોટા ખર્ચ કરવાને બદલે તેમને સમાજ થી તરછોડાયેલા તેમજ દિવ્યાંગ લોકો ની સેવા કરે છે રોડ પર રખડતા ભટકતા ભિક્ષુક કે પાગલ જેવા લોકોને એક સ્વજન જેવી લાગણી દર્શાવીને પોતાના ઘરે લઈ જઈ વાળ કાપી નવડાવી સ્વચ્છ કરી ચંપલ કપડાં પહેરાવી તેમજ પ્રેમ થી ભોજન કરાવી સમગ્ર સમાજ ને નવો રાહ ચીંધે છે ગત જુલાઈ માસ માં ભારે વરસાદ પડ્યો હતો તે સમયે બીપીનભાઈ પ્રજાપતિએ 11 લોકોના જીવ બચાવીને કબીલેદાદ કામગીરી કરી હતી તેમની આ કામગીરી બદલ વીરતા બહાદુરી પુરસ્કાર માટે કલેકટરે દરખાસ્ત કરી છે. આજે બીપીનભાઈએ પોતાની પુત્રી દિવના બેન ના જન્મદિવસે પણ માનવ સેવાનું લક્ષ આપી સમાજથી તરછોડાયેલા લોકો ને સેવા કરીને તેમજ સ્વજન જેવી હૂંફ આપી હતી.

- text