હળવદમાં સંગીતના તાલે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ

- text


હળવદ તાલુકાના ઘનશ્યામપુર પ્રા.શાળામાં નવતર પ્રયોગ હાથ ધરી વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલી  કન્યા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ર૦૦થી વધુ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત તેમજ સરળતાથી યાદ રહી જાય તેવા હેતુથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ તેમજ ઉત્તમ પ્રકારનુ શિક્ષણ અપાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને બાળકોને કાવ્યો, સાહિત્ય, બાળ વાર્તાઓ, બારાખડી જેવુ શિક્ષણ સંગીતના તાલ પર શીખવવામા આવે છે.

આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ પરિક્ષા સમયે યાદ શક્તિ ભૂલી ગોખણપટ્ટી કરતા હોય છે ત્યારે શિક્ષણ સાથે મા બાપને પણ શિક્ષણ પ્રત્યે હુફ આપવી જરૂરી છે. તો સાથે અન્ય જ્ઞાન પણ જરૂરી છે તેમજ સાહિત્ય, વાર્તાઓ, કવિતાઓના વાચન દ્વારા કલ્પનાશક્તિનો નિર્માણ થતું હોય છે ત્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સંગીતના તાલે મહત્વપૂર્ણ ગણાતાં ગણીત વિષયના પાડા શીખવવામાં આવે છે.

- text

સ્માર્ટ ફોનની દુનિયામાં બાળકો મોબાઈલમાં ગેમ રમવામાં તેમજ સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરી ગેરમાર્ગે દોરાતા હોય છે ત્યારે બાળકોને ભારતીય સંસ્કૃતિ મુજબ સાહિત્ય સાથે અને સરળ રીતે ભણતર ભાર રૂપ ન લાગે તેવા હેતુથી ઘનશ્યામપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ બાળકોને શિક્ષકો દ્વારા અનોખી રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને શાળામાં એક કલાક જેટલા સમય દરમિયાન સંગીતના તાલે વાંચન કરાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે સમજણનું ઘડતર કરી આનંદ-પ્રમોદ થાય છે.

શાળાના આચાર્ય સંજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, બાળકની સમજણનુ ઘડતર થાય, વૈચારિક ક્ષમતા તેજ બને અને બુદ્ધિમતાનો વધારો થાય તો બાળકને શિખર પર પહોચતા કોઈ રોકી ના શકે તેથી ઘનશ્યામપુરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વિશિષ્ટ રીતે શિક્ષણ અપાઇ રહ્યું છે.

- text