હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ઈ-માર્કેટ યોજના અંતર્ગત કૃષિ શિબિર યોજાઈ

- text


ખેડૂતો વર્ગ અને વેપારીઓને વેચાણ વ્યવસ્થાની ઈ- માર્કેટ ની જાણકારી અપાઈ

વડાપ્રધાનશ્રીના ડ્રીમ લેન્ડ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુ કૃષિ વેચાણ ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગ સાથે નેશનલ એગ્રીકલ્ચર પોલીસી હેઠળ દેશના તમામ માર્કેટ યાર્ડોને એક જ પ્લેટફોર્મ સાથે જોડતી ઈ-માર્કેટ યોજના અમલણીકર કરવામાં આવી છે ત્યારે હળવદ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો અને વેપારીઓને સીધો લાભ મળે તેવા હેતુ સાથે આજે કૃષિ શિબિરનું આયોજન કરાયું હતું.

ઈ-માર્કેટનો લાભ ખેડૂત વર્ગ તેમજ વેપારી સરળતાથી મળી રહે તે સંદર્ભે હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત શિબિરનું પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડીયાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કૃષિ શિબિરનું શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ખેડૂત ખાતેદારને અકસ્માત વીમો હળવદ માર્કેટીગ યાર્ડ તરફથી રાણેકપરના ખોડાભાઈ જીવાભાઈ બાબરીયાને પચાસ હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

- text

આ તકે હળવદ પૂર્વ રાજયમંત્રી જયંતિભાઇ કવાડીયા, માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રજનીભાઇ સંઘાણી, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, જેરામભાઇ સોનગ્રા, મહેશભાઇ પટેલ તેમજ જૈવિક ખાતરના નિષ્ણાત ચીનુભાઈ પટેલ, જિલ્લા રજીસ્ટર સંગીતાબેન સહિત માર્કેટ યાર્ડના કર્મચારીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- text