હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું

- text


સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા જેમાં હળવદ નગરપાલિકાની યોજાયેલી ર૮ બેઠકોની ચૂંટણીમાં ભાજપે મેદાન મારતા હળવદ પાલીકામાં ભાજપનું પુનઃ શાસન આવ્યું છે. વિકાસની હરણફાળ સાથે શહેરના મતદારોએ ભાજપને ખોબલે ખોબલે મતો આપ્યાં હતા.
હળવદ નગરપાલિકાના સાત વોર્ડ માટે મત ગણતરી
વહેલી સવારથી મોડલ સ્કુલ ખાતે શરૂ થઇ હતી જેમાં પ્રથમ વોર્ડમાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યુ હતું. હળવદ પાલીકાના સાત વોર્ડમાંથી પ્રથમ રાઉન્ડમાં થયેલ મત ગણતરી દરમિયાન પ્રથમ વોર્ડમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો વિજેતા થયાં હતાં જયારે પેનલની એક બેઠક ભાજપના ફાળે ગઇ હતી.
શહેરની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બન્નેની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી પરંતુ આજના પરિણામ બાદ ભાજપે પાલીકાની સતા કબજો જમાવ્યો હતો. વોર્ડ નં.૧ કોંગ્રેસના ઉમેદવાર બાંભવા કોકીલાબેન જીવણભાઈ, સુરેલાપાંચીબેન રમેશભાઈ, મકવાણા મનસુખ ભાઈ ચતુરભાઈ તેમજ પેનલમાંથી ભાજપના અસ્વીનભાઈ કણઝરીયા વિજેતા થયા હતાં. જયારે વોર્ડ નં.૨માં ભાજપે ખાતું ખોલાવ્યુ હતું જેમાં ભાજપના ઉમેદવાર સોલંકી રેખાબેન અનિલભાઈ, કણઝરીયા મહેશભાઈ બાવલભાઈ, ધનીબેન રામજીભાઈ લકુમ, રબારી મનુભાઈ વિભાભાઈ વિજેતા થયા હતાં.
‌વોડ નંબર ત્રણમાં ભાજપને એક તથા કોન્ગ્રેસને ત્રણ સીટો મળી હતી જેમાં ભાજપમાંથી જોષી અવનીબેન તેમજ કોંગ્રેસના જોષી નિરલબેન વૈભવભાઈ, મકવાણા દિનેશભાઈ ડાયાભાઈ ,દવે શેલૈષભાઈ જસંવતરાય તેમજ વોર્ડ નં.ચારમાં ભાજપે ચારે ચાર બેઠકો પર જીત મેળવી હતી જેમાં ભાજપના ઉમેદવાર અરૂણાબેન વાઘરોડીયા, રમેશ પટેલ, નાગરભાઇ તારબુંદીયા અને વસંતબેન ચાવડા વિજય રહ્યા હતા. તેમજ વોર્ડ નં.૫માં ચારે ચાર ભાજપની જીત રહી હતી.જેમા દલવાડી રણછોડભાઈ લાલજીભાઈ, દલવાડી વનિતાબેન કમલેશભાઈ,
રાવલ હીનાબેન અજયભાઈ, પટેલ સતીષભાઈ દારજીભાઈ વિજેતા જાહેર થયા હતા. તેમજ વોર્ડ નં ૬માં પણ બધી બેઠકો પર ભાજપના ફાળે ગઈ હતી જેમાં પટેલ અનસોયાબેન પ્રમોદભાઈ, પટેલ જયેશકુમાર વાસુભાઈ, પ્રેમીલાબેન મોહનભાઈ પરમાર, જીજ્ઞાસુભાઈ બાબુભાઈ પંચોલી ઉમેદવારોએ જીત મેળવી હતી.
તો બીજી તરફ અતિ પછાત ગણાતા પંચમુખી ઢોરા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના ઉમેદવાર
દેકાવાડીયા લાભુબેન જેરામભાઈ, સુરેલા ગોદાવરીબેન દેશળભાઈ, દેવાભાઈ વેલાભાઈ ભરવાડ, વાસુદેવભાઈ ઈશ્વરભાઈ પટેલ વિજય થયા હતાં. પાલીકાની ચૂંટણીમાં સાત વોર્ડના ૫૪ ઉમેદવારોમાંથી કોંગ્રેસના ૧૦ ઉમેદવારો વિજય ઘોષિત થયા હતા.
વિધાનસભામાં કોંગ્રેસ વિજય છતાં પાલિકામાં ભાજપે મેદાન માર્યું
તાજેતરમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. તે જોતાં પાલીકા પણ કોંગ્રેસની બનશે તેવું જણાયું હતું પરંતુ કોંગ્રેસના આંતરિક વિખવાદ અને એકતરફી શાસનના કારણે પાલિકા ગુમાવી છે તેવું રાજકીય તજજ્ઞોનું માનવું છે.

- text