નવલખી રોડ પર બેફામ દોડતા કોલસાના ડમ્પરોના વિરોધમાં બુધવારે રેલી

- text


કોલસાના માફિયાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માળીયા તાલુકા સરપંચો દ્વારા કલેકટરને અપાશે આવેદન

મોરબી : નવલખી બંદરેથી મોરબી વચ્ચે દોડતા કોલસા માફિયાઓના બેકાબુ બની દોડતા ડમ્પરોને કારણે અનેક માનવ જીન્દગી કાળનો કોળિયો બની છે ત્યારે આ ત્રાસમાંથી પ્રજાજનોને મુક્ત કરાવવા મોરબી – માળીયા તાલુકાના સરપંચો દ્વારા બુધવારે વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

આ મામલે મોરબી માળિયા તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીએ જણાવ્યું હતું કે મોરબી નવલખી રોડ ઉપરથી પસાર થતા ભારે વાહનો અને ડ્રાઇવરોની અવડચંડાઇ તથા બેફિકરાઇ ભર્યા ડ્રાઇવિંગ ને કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે.

- text

ડ્રાઇવરોની દાદાગીરી મામલે અગાઉ વારંવાર રજૂઆતો કરી હોવા છતા કોઇ નક્કર પગલા નથી લેવાતા જેના અનુસંધાને આગામી તા. ૨૧ ને બુધવારના રોજ જેપુર નજીક ત્રીમંદિર ખાતેથી બાઇક તથા ફોરવિલની રેલી યોજવામાં આવી છે.

આ રેલી શહેરમાંથી પસાર થઈ જીલ્લા કલેકટર કચેરીએ જઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરશે જેથી દરેક ગામના સરપંચ તથા ગ્રામ જનો બહોળી સંખ્યાબંધ હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

વધુ માહિતી મોરબી તાલુકા સરપંચ એસોસિયેશન પ્રમુખ પ્રફુલ્લભાઇ હોથી મો. 9925760054 સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- text