ટંકારામાં શિવરાત્રીની બોધોત્સવ તરીકે ઉજવણી

- text


મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના બોધોત્સવ નિમીતે ત્રી દિવસીય કાર્યક્રમ : દેશભરના આર્યસમાંજી ટંકારાના મહેમાન બનશે

ટંકારા : ટંકારામા મહાશિવરાત્રિ એ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પવઁ વષોઁથી  ઉજવણી કરવામા આવે છે. જે અંતઁગત ૧૨, ૧૩ અને ૧૪ ફેબુઆરી એ ત્રિદિવસીય બોધોત્સવ ઉજવાશે દેશભરના જુદા-જુદા રાજયોમાંથી આયઁસમાજી અહી પધારશે મુખ્ય અતિથિ તરીકે હિમાચંલના મહામહીમ રાજ્યપાલ દેવવ્રતજી પધારશે યજુર્વેદ પારાયણ યજ્ઞ શરૂ કરાયો છે અને શહેરના મુખ્ય માર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા છે.

ટંકારા મા સામાન્ય ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કરશનજીભાઇ ત્રિવેદી ના ઘરે ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ના રોજ જન્મેલા મૂળશંકર નામના બાળકને ચૌદ વષઁની ઉમરે મહાશિવરાત્રિની મધ્યરાત્રીના ચારપ્રહરની શિવમંદિરમા શિવપૂજા દરમિયાન શિવલિંગ ઉપર ઉંદરને ફરતો જોઇને આત્માના અવાજ સાથે ઘર પરિવારને ત્યાગી અને પોતાનુ ગામ છોડીને  સાચા શિવની શોધમાં નિકળી પડયા હતા અને ભારતભ્રમણ કરીને સમય જતા આયઁસમાજ ની સ્થાપના કરીને વૈદિક ધમઁ સ્થાપ્યો હતો.

સમાજ મા પ્રવતઁતી કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે મહષિઁ દયાનંદ સરસ્વતી બન્યા હતા. સૌપ્રથમ દયાનંદે મુંબઈમાં આયઁસમાજની સ્થાપના કરી હતી. મહષિઁએ સત્યાથઁપ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરી હતી. સને ૧૯૫૯ મા પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમયના ટંકારાના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવાલાખ રૂપિયામા ખરીદી આયઁસમાજ સંસ્થાને અપઁણ કયોઁ હતો અને ત્યારથી ટંકારામા આયઁસમાજની શરૂઆત થઇ હતી. ત્યારથી આયઁસમાજ દ્વારા મહષિઁ દયાનંદ સરસ્વતીને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને ૠષિ બોધોત્સવ પવઁ  ઉજવવા મા આવે છે.

- text

દર વષેઁ મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી આયઁસમાજ સંસ્થા દ્વારા કરાય છે અને દેશભરના જુદા જુદા પ્રાંત માંથી આયઁસમાજીઓ ઉમટી પડે છે, મહષિઁની જન્મભૂમિમા પધારી ચારધામની યાત્રા જેટલુ પૂણ્ય કમાયાની લાગણી અનુભવે છે. જે અંતઁગત આગામી ૧૨ તારીખ થી ૧૪ તારીખ સુધી ઋષિ બોધોત્સવ ઉજવાશે.

મહાશિવરાત્રિના દિને વૈદિકધમઁ ના પ્રચારકો દ્વારા ૠષિ બોધોત્સવ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયો માંથી આઠેક હજાર જેટલા આયઁસમાજીઓ ટંકારા ખાતે પધારશે, શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજનુ ધ્વજા રોહણ કરવામાં આવશે બાદમા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા રૂપી સરઘસ નિકળશે .

આ સરઘસમા વૈદિકધમઁનો પ્રચાર, આયઁસમાજ સંસ્થાની પ્રવૃતિની સમજ આપતા બેનર અને સુત્રોચ્ચાર આયઁસમાજીઓ દ્વારા કરાશે સરઘસનુ શહેરભરમાં ભવ્ય સ્વાગત પણ થશે સૌથી મહત્વની બાબત મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમીએકતાની ભાવના ચરિતાર્થ કરીને આયઁસમાજની શોભાયાત્રાનું સન્માન કરશે બપોરના સમયે દયાનંદ ની શ્રધ્ધાંજલિ સભા યાજાશે.

સમગ્ર કાયઁક્રમ ના આયોજન માટે આયઁસમાજ ટૃસ્ટ ના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને ત્રણહાટડી આયઁસમાજના મંત્રી હસમુખભાઈ પરમાર ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. અને આર્યવિરો દ્વારા મુખ્ય માર્ગો પર ઓરૂમ પતાકા અને સિરીજો ની રોનક લાવવામાં આવી છે.

- text