મોરબીના પ્રદૂષણનો પડઘો સાયન્સ ફેરમાં : વિદ્યાર્થીઓએ રજૂ કરવા પ્રોજેકટ

- text


નર્મદા બાલઘર આયોજિત વિજ્ઞાન મેળા મોરબી જિલ્લાની ૩૦૦ શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મોરબી : ધનકુબેરોની ઔધોગિક નગરી મોરબીમાં પ્રદૂષણનો પ્રશ્ન આવનાર સમયમાં સમગ્ર મનુષ્ય અને અન્ય જીવો માટે વિનાશ નોતરી શકે તેમ છે છતાં પણ બુદ્ધિજીવી ગણાતા ઉદ્યોગપતિઓ આ ગંભીર બાબતને હળવાશથી લઈ ખુલ્લેઆમ પ્રદુષણ નોતરી રહ્યા છે પરંતુ આ ગંભીર બાબત પ્રત્યે નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ જાગૃત બન્યા છે અને ભવિષ્યની ચિંતાનો પડઘો મોરબીમાં યોજાયેલ વિજ્ઞાન મેળામાં પાડી પ્રદુષણ રોકતા અવનવા પ્રોજેક્ટો રજૂ કર્યા હતા.

નર્મદા બાલઘર મોરબી દ્વારા નવલખી રોડ ઉપર આવેલા ત્રિમંદિર ખાતે સાયન્સ ફેર એટલેકે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો જેમા શહેર જિલ્લાની ૩૦૦ શાળાના ૩૫૦ થી વધુ વિધાર્થીઓએ ૧૨૮ વિજ્ઞાનના પ્રોજેક્ટો રજુ કર્યા હતા.જેમાં પ્રદુષણ મુકત વાતાવરણ, આધુનિક જીવન શેલી, અલગ -અલગ પ્રકારના રોબોટ સહિતના પ્રોજેક્ટો આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.

- text

જોકે મોરબી ઔધોગિક રીતે સમૃદ્ધ હોવાથી પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન છે ત્યારે ઉદ્યોગો દ્વારા ફેલાવતા પ્રદુષણ ને કારણે પ્રદુષિત વાતાવરણ ને શુદ્ધ કેવી રીતે કરી શકાય તેવી બાળ વૈજ્ઞનાનીકોની કૃતિ આદર્શ બની હતી, નર્મદા બાલઘર દ્વારા બાળકોમાં સાયન્સ પ્રત્યે રુચિ કેળવાય અને સાયન્સ પણ ભાર વગરના ભણતરની જેમ ભણી શકાય તે માટે સાયન્સની કીટો તૈયાર કરીને અલગ-અલગ શાળામાં મોકલાય છે. અને આ અંગે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવે છે.

આ વિજ્ઞાન મેળામાં હળવદની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફેકટરીઓ દ્વારા હવામાં છોડવામાં આવતા પ્રદુષણયુક્ત કાર્બન ડાયોક્સાઇડ વાયુને હવામાં છોડવાને બદલે ફેકટરીમાં ફિલ્ટર કરી હવાને શુદ્ધ કરતા પ્રોજેકટ રજૂ કર્યો હતો જ્યારે અન્ય એક પ્રોજેકટમાં સ્મોકગનનો રજૂ થયો હતો જેમાં બાળકોએ પાણીના છટકાવથી હવામાં ઊડતી પ્રદુષિત રજકણને દૂર કરવાનો પ્રોજેકટ રજૂ કર્યો હતો.

સંસ્થા દ્વારા શાળા – કોલેજના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ લાવવના ઉદેશથી કરવામાં આવતી આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મળી રહે છે ત્યારે આ વિદ્યાર્થીઓના આ નાનકડા પ્રયાસમાંથી મોરબીના મોટા – મોટા ઉદ્યોગપતિઓએ બોધપાઠ મેળવી આવનાર ભવિષ્યમાં અન્યોનો નહિ પરંતુ પોતાના બાળકોનો વિચાર કરી પ્રદુષણ થતું અટકાવવું જોઈએ.

 

- text