હળવદમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


હળવદ : હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪ શખ્સોને ઝડપી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ હળવદના ભવાની નગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને પગલે પોલીસે છાપો મારી (૧) વિનોદપરી ઇન્દુપરી ગૌસ્વામી ઉવ ૨૬ રહે.ભવાની નગર ઢોરે હળવદ મુળ રહે વાંટાવદર તા હળવદ (૨) અલ્લાઉદિન અલ્લારખા ભાઈ ફકિર ઉ. ૨૯ રહે હળવદ ભવાનીનગર ઢોરો (૩) ભરત શિવાભાઈ બાબરિયા ઉવ ૫૪ રહે હળવદ ભવાનીનગર ઢોરો (૪) સાજીદ ભાઈ હુસેનભાઈ અજમેરી ઉવ-૨૭ રહે.હળવદ ભવાનીનગર ઢોરો તે એવી રીતે કે. આ કામના આરોપીઓએ શિતળામાતાજીનાં મંદિર પાસે રોડ ઉપર જાહેરમાં પૈસાપાના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી/રમતા કુલ રોકડાં રૂ. ૧૬૨૫/- તથા કુલ પાના નંગ ૫૨ કિં.રૂ.૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫૦૦/-ના મળી કુલ રૂ. ૩૧૨૫/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text